Sunday, 22 December, 2024

Khamma Mara Nandji Na Laal Lyrics in Gujarati

321 Views
Share :
Khamma Mara Nandji Na Laal Lyrics in Gujarati

Khamma Mara Nandji Na Laal Lyrics in Gujarati

321 Views

ખમ્મા મારા નંદજીના લાલ
મોરલી ક્યાં રે વગાડી ?

હું રે સુતી’તી મારા શયનભવનમાં
હું રે સુતી’તી મારા શયનભવનમાં

સાંભળ્યો મેં તો મોરલીનો સાદ
મોરલી ક્યાં રે વગાડી ?

ખમ્મા મારા નંદજીના લાલ
મોરલી ક્યાં રે વગાડી ?

ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી
ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી

ભુલી ગઈ હું તો ભાનસાન
મોરલી ક્યાં રે વગાડી ?

ખમ્મા મારા નંદજીના લાલ
મોરલી ક્યાં રે વગાડી ?

પાણીડાંની બાને જીવણ જોવાને હાલી
પાણીડાંની બાને જીવણ જોવાને હાલી

દીઠાં મેં નંદજીના લાલ
મોરલી ક્યાં રે વગાડી ?

ખમ્મા મારા નંદજીના લાલ
મોરલી ક્યાં રે વગાડી ?

બેડ મેલ્યા છે મેં તો સરોવર ઝુલતા
બેડ મેલ્યા છે મેં તો સરોવર ઝુલતા

ઈંઢોણી અંબાલિયાની ડાળ
મોરલી ક્યાં રે વગાડી ?

ખમ્મા મારા નંદજીના લાલ
મોરલી ક્યાં રે વગાડી ?

મહિડા મેલ્યા છે મેંતો શીકા ઉપર ઝુલતા
મહિડા મેલ્યા છે મેંતો શીકા ઉપર ઝુલતા

માખણ મિંદડા ખાય
મોરલી ક્યાં રે વગાડી ?

ખમ્મા મારા નંદજીના લાલ
મોરલી ક્યાં રે વગાડી ?

ખમ્મા મારા નંદજીના લાલ
મોરલી ક્યાં રે વગાડી ?

ખમ્મા મારા નંદજીના લાલ
મોરલી ક્યાં રે વગાડી ?

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *