Monday, 23 December, 2024

Khamma Mara Veera Lyrics in Gujarati

624 Views
Share :
Khamma Mara Veera Lyrics in Gujarati

Khamma Mara Veera Lyrics in Gujarati

624 Views

હો ઊંચી મેડી ના કમાડ ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
મળવા આયો બેની માડી જાયો વીર
તને મળવા આયો તારો માડી જાયો વીર

હો વીરા મારા

હે ઊંચી મેડીના કમાડ ઉઘાડો ઉઘાડો
હે ઊંચી મેડીના કમાડ ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
મળવા આયો તારો માડી જાયો વીર

હે ઢોલિયા ઢાળીને શિરકુ પથરાવું
માથે રેશમી વાળા ચીર
ભલે આયા ખમ્મા મારા માડી જાયા વીર

હે ઊંચી મેડીના કમાડ ઉઘાડો ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
મળવા આયો બેની માડી જાયો વીર

હો ખમ્મા ખમ્મા ખમ્મા તને માડી જાયા વીર

હો મારો ભઇલો તો મારા આંખનું રતન છે
મારી ઢાલ તલવારને મારૂં તું જતન છે

હો બેની મારી નાનો હતો ત્યારે બેની લાડ રે લડાવતી
મારુ પેટ ભરવા કાળી મજૂરી તું કરતી

હે વીરા વીતી જેલી વાત હવે મેલો મેલો
હે વીરા વીતી જેલી વાત હવે મેલો
ખવરાવું મીઠી ખીર
ખમ્મા ખમ્મા ખમ્મા તને માડી જાયા વીર

હે ઊંચી મેડીના કમાડ ઉઘાડો ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
મળવા આયો બેની માડી જાયો વીર

હે ભલે આયા ખમ્મા મારા માડી જાયા વીર

હો બેની મારી
હો સુખ દુઃખ ની વાતો બેની તમે અમને કરજો
કીધા જેવું હોય તો બેની સોનુ ના રાખજો
હો હાહરું મળ્યું છે મને હાવ રે હોનાનું
હાહુ હાહરા ને ઈ છે બહુ માયાળુ

હે તારે દુઃખનો દાડો ના કદી ઉગે ઉગે
બેની મારી
હે તારે દુઃખનો દાડો ના કદી ઉગે
તારે સુખના છલકે નીર
ઓતેડીની આસી બોલે બેની તારો વીર

હે ઢોલિયા ઢાળી ને શિરકુ પથરાવું
માથે રેશમી વાળા ચીર
ભલે આયા ખમ્મા મારા માડી જાયા વીર

હે મલવા આયો બેની માડી જાયો વીર
ભલે આયા ખમ્મા મારા માડી ના જાયા વીર
હે તને મલવા આયો તારો માડી જાયો વીર
ભલે આયા ખમ્મા મારા માડીના જાયા વીર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *