Monday, 4 November, 2024

Khamma Mavadiyu Lyrics in Gujarati

145 Views
Share :
Khamma Mavadiyu Lyrics in Gujarati

Khamma Mavadiyu Lyrics in Gujarati

145 Views

ચંડ મુંડ મારણી
દુખીયાને તારણી
શક્તિ ત્રિશુલ ધારણી
સિંહ અસવારણી

ચંડ મુંડ મારણી
દુખીયોને તારણી
શક્તિ ત્રિશુલ ધારણી
સિંહ અસવારણી

ઝગમગે દીવડાની લાઈટ
ગરબો જામ્યો છે નાઈટ
તારો દરબાર બ્રાઇટ
માં તું ઓલવેઝ રાઈટ
આવો રમવાતો જામે નવલી રાત

પાવાવાળી ખપ્પર વાળી
મહાકાળી આવશે
કુકડે અસવાર થઇ બહુચર આવશે
તાતણીયા ધારા વાળી ખોડલ આવશે
મેલી મેલી ના કો મારી મેલડી આવશે

પાવાવાળી ખપ્પર વાળી
મહાકાળી આવશે
કુકડે અસવાર થઇ બહુચર આવશે
તાતણીયા ધારા વાળી ખોડલ આવશે
મેલી મેલી ના કો મારી મેલડી આવશે

મારી મોગલ આવે
સધી સિકોતર આવે
જહુ જોપડી આવે
જોગમાયા આવે
સતયુગની જ્યોત ચહેર આવે

ચંડ મુંડ મારણી
દુખીયોને તારણી
શક્તિ ત્રિશુલ ધારણી
સિંહ અસવારણી

હે ભારતની ભુમી પર આવીતી માવડયુ
તારીતી દુનિયાની ડુબતી નાવડિયું
હે જેના ભેળી થઈ એની કરે તે રખવાળીયું
રણે ચડી તે દી ઉડી ધુળની ડમરિયું

ઝગમગે દીવડાની લાઈટ
ગરબો જામ્યો છે નાઈટ
તારો દરબાર બ્રાઇટ
માં તું ઓલવેઝ રાઈટ
આવો રમવાતો જામે નવલી રાત

હાક પડી તાડ પડી
પાપિયોને મારીયા
વિકરાળ રૂપ ધરી કાળીયે કાપીયા
ભક્ષોને હણી તેતો દેવોને તારીયા
દેવોયે રૂપ આવા પેલી વાર ભાળીયા
પેલી વાર ભાળીયા હા પેલી વાર ભાળીયા
gujjuplanet.com

હાક પડી તાડ પડી
પાપિયોને મારીયા
વિકરાળ રૂપ ધરી કાળીયે કાપીયા
ભક્ષોને હણી તેતો દેવોને તારીયા
દેવોયે રૂપ આવા પેલી વાર ભાળીયા
પેલી વાર ભાળીયા હા પેલી વાર ભાળીયા

ગબ્બરના ગોખ વાળી અંબા કેવાણી
આબુના ગઢવાળી અર્બુદા કેવાણી
માતાના મઢવાળી આશાપુરા કેવાણી
મોરા ગઢવાળી મારી મોમાઈ કેવાણી
ગોમે ગોમ જોગણીયુ પુંજાણી

ચંડ મુંડ મારણી
દુખીયોને તારણી
શક્તિ ત્રિશુલ ધારણી
સિંહ અસવારણી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *