Sunday, 22 December, 2024

Khodal Maa Ni Aarti Lyrics in Gujarati

925 Views
Share :
Khodal Maa Ni Aarti Lyrics in Gujarati

Khodal Maa Ni Aarti Lyrics in Gujarati

925 Views

ચાર ચાર ધામની માં ખોડલમાં ની આરતી
ચાર ચાર ધામની માં ખોડલમાં ની આરતી
ખમ્મા તુને ખોડલમાડી લીલી રાખો આડીવાળી
નીરખીયે માં દાડી દાડી દર્શન દેજો માડી રે
ચાર ચાર ધામની માં ખોડલમાં ની આરતી
ચાર ચાર ધામની માં ખોડલમાં ની આરતી

ચાર ચાર ધામની ખોડલમાં ની આરતી
ચાર ચાર ધામની માં ખોડલ તારી  આરતી

પેલી આરતી માટેલ ધામે
બીજી આરતી ગળધરા મા
ત્રીજી આરતી રાજપરમા
ચોથી કાગવડ ધામે રે
ચાર ચાર ધામની માં ખોડલમાં ની આરતી
ચાર ચાર ધામની માં ખોડલમાં ની આરતી

ચાર ચાર ધામની  ખોડલમાં ની આરતી
ચાર ચાર ધામની માં ખોડલ તારી  આરતી

માટેલ ગામે તું મમતાળી
નદી ઘૂના એ તું નેજાળી
ગઢ જુનાળે તુને ભાળી
હે રાજપરા વાળી રે
ચાર ચાર ધામની માં ખોડલમાં ની આરતી
ચાર ચાર ધામની માં ખોડલમાં ની આરતી

ચાર ચાર ધામની ખોડલમાં ની આરતી
ચાર ચાર ધામની માં ખોડલ તારી  આરતી

ખમકારે માં ખોડલમાડી નાગ ના તુ નેત્રા વાળી
પગલે પગલે તું પરચાળી
બાઈ ખરી બિરદાળી રે
ચાર ચાર ધામની માં ખોડલમાં ની આરતી
ચાર ચાર ધામની માં ખોડલમાં ની આરતી

ચાર ચાર ધામની ખોડલમાં ની આરતી
ચાર ચાર ધામની માં ખોડલ તારી  આરતી

ખરી ખૂબી માં ખોડલ તારી
જોગમાયા હે અવતારી
દીઠી તુને દેવ ડાઢાળી
ભેરે ભેળીયા વાળીરે
ચાર ચાર ધામની માં ખોડલમાં ની આરતી
ચાર ચાર ધામની માં ખોડલમાં ની આરતી

ચાર ચાર ધામની ખોડલમાં ની આરતી
ચાર ચાર ધામની માં ખોડલ તારી  આરતી

રાજપરામાં રાજ તારા
ગઢ જુનાળે ગામ તારા
માટેલે માંડવડા તારા
પ્રગટ પરચા તારા રે
ચાર ચાર ધામની માં ખોડલમાં ની આરતી
ચાર ચાર ધામની માં ખોડલમાં ની આરતી

ચાર ચાર ધામની ખોડલમાં ની આરતી
ચાર ચાર ધામની માં ખોડલ તારી  આરતી

ખોડલ ખોડી નામ તારું
રુદિયે મારે નામ તારું
તારણ હારું નામ તારું
રોમે રોમે ધારું રે
ચાર ચાર ધામની માં ખોડલમાં ની આરતી
ચાર ચાર ધામની માં ખોડલમાં ની આરતી

ચાર ચાર ધામની ખોડલમાં ની આરતી
ચાર ચાર ધામની ખોડલમાં ની આરતી
ચાર ચાર ધામની માં ખોડલ તારી  આરતી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *