Sunday, 8 September, 2024

Khodiya Judane Jiv Ek Lyrics in Gujarati

88 Views
Share :
Khodiya Judane Jiv Ek Lyrics in Gujarati

Khodiya Judane Jiv Ek Lyrics in Gujarati

88 Views

હો ખોળીયા જુદાને જીવ એક
હો ખોળીયા જુદાને જીવ એક
પ્રિયા ના મુકી જા પરદેશ
હો ભવો ભવ પ્રીત્યુંની રીત
પ્રિયા ના મુકી જા પરદેશ

હો આંખોથી લાગણીઓનું વહી રહ્યું પાણી
આંખોથી લાગણીઓનું વહી રહ્યું પાણી
મારા દિલના દર્દ ને ના કોઈ શક્યું જાણી

હો જુદા થયા રસ્તા ના એક
પ્રિયા ના મુકી જા પરદેશ

હો ખોળીયા જુદાને જીવ એક
પ્રિયા ના મુકી જા પરદેશ
ના મુકી જા પરદેશ

હો સપના જોયાતા અમે તો તમારા
એક તમે હતા મારા સહારા
હો જીવથી વધુ એ તમને ચાહ્યાતા
સુરજ ચાંદાની સાથે તમને માંગ્યા તા
તમને માંગ્યા’તા

હો નેણો ભીંજાય મારા તમારી યાદમાં
નેણો ભીંજાય મારા તમારી યાદમાં
નીંદર આવે નહિ કાળી આ રાતમાં
મારા કર્મે લખાયા કેવા લેખ
પ્રિયા ના મુકી જા પરદેશ

હો ખોળીયા જુદાને જીવ એક
પ્રિયા ના મુકી જા પરદેશ
ના મૂકી જા પરદેશ

હો દિલ ના માળા દિલ થી બંધાયા તા
મનડાં મળ્યા ને હૈયા હરખાયા’તા
હો ખબર નતી કે એક દિ જુદા રે પડીશું
દલડાંની વાત પછી કોને કરીશું

અધુરી રહી તારી મારી કહાણી
અધુરી રહી તારી મારી કહાણી
યાદ રહી ગઈ બસ યાદો પુરાણી

કોના ભરોસે હવે જીવીશું
કોના ખભે માથું દઈને રડીશું
હવે કોના ભરોસે જીવીશું
કોના ખભે માથું દઈને રડીશું

હો કોના ભરોસે હવે જીવીશું
કોના ખભે માથું દઈને રડીશું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *