Kismat Mari Tarfen Ma Nathi Lyrics in gujarati
By-Gujju01-06-2023
Kismat Mari Tarfen Ma Nathi Lyrics in gujarati
By Gujju01-06-2023
આજ કિસ્મત પણ મારી તરફેણમાં નથી
આજ કિસ્મત પણ મારી તરફેણમાં નથી
કિસ્મત પણ મારી તરફેણમાં નથી
તું નથી તો આ જીંદગી નથી
હો તું નથી તો આ જીંદગી નથી
હો હજુ પણ દિલમાં તારી જગ્યા એની એજ છે
મારી આંખોમાં તારી યાદોનો ભેજ છે
મારા હાથમાં લકીરો હવે પ્રેમની નથી
હાથમાં લકીરો હવે પ્રેમની નથી
તું નથી તો આ જીંદગી નથી
હો તું નથી તો આ જીંદગી નથી
હો ખુશ હું હતો મારી જિંદગીમાં
તમે હતા જયારે મારી દુનિયામાં
હો મંજિલ નથી કોઈ રસ્તો નથી
તારા વગર ચહેરો હસતો નથી
હો ઘડી પણ ગમતું નથી જોયા વગર તને
એક દિવસ ગયો નથી રોયા વગર મને
મારા જીવનમાં સુખનો કોઈ છાયા રે નથી
જીવનમાં સુખનો કોઈ છાયા રે નથી
તું નથી તો આ જીંદગી નથી
હો તું નથી તો આ જીંદગી નથી
હો આંખો ઉદાસ છે બસ તારી આશ છે
એક દિ તું આવશે તું દિલમાં અહેસાસ છે
હો મને ઇન્તજાર સદા તારો રહશે
ક્યારે આવીને તું ગળે મળશે
હો આંખો બંધ કરું તું આવી જાય સામે
જીંદગી કરી છે મેં તો બસ તારા નામે
અડધી રાતે પણ ચેન મારી આંખોમાં નથી
અડધી રાતે પણ ચેન મારી આંખોમાં નથી
તું નથી તો આ જીંદગી નથી
હો તું નથી તો આ જીંદગી નથી