Wednesday, 1 January, 2025

Kismat No Saath Lyrics in Gujarati

142 Views
Share :
Kismat No Saath Lyrics in Gujarati

Kismat No Saath Lyrics in Gujarati

142 Views

હા બીજાનું બગાડી મારું હારું કરું
હું એવો મતલબી નથી
કિસ્મતમાં નથી તું એવું માની ચુક્યોથો
હવે રોમ કરે રખોપા તમારા

હો કિસ્મતનો સાથ નથી તું મને ભુલી જા
હા કિસ્મતનો સાથ નથી તું મને ભુલી જા
કિસ્મતનો વાંક નથી તું મને ભુલી જા
ગુનેગાર બનવું નથી કોઈ નિર્ધોષના

હા હું તને ભુલી ગયો તું મને રે ભુલી જા
હું તને ભુલી ગયો તું મને રે ભુલી જા
ગુનેગાર બનવું નથી કોઈ નિર્ધોષના

હો મળે એ ભોગવે ને રૂખે એ રડતા
ધર્યું ધણીનું થાય ઉપરવાળાના હાથમાં
હા જા રાજી થઈ જીવીલે આ જિંદગી તારી
જા રાજી થઈ જીવીલે આ તું જિંદગી તારી
મને મહોબત રાસ ના આવી
મંજીલ મહોબતની રાજ ના આવી

જે મળ્યું એનો હરખ કરી જીવતા શીખી લેજે
હસતા મુખે સહન કરવાનું શીખી લેજે
હા વિધાતાનાલેખ કોઈની રિશ્વત ના લેતા
કુદરતે મંજુર કર્યું તું ને હું છેટા

હો નથી જોવાતા તારા ઓશિયાળા આંશુ
કાળજા કઠણ કરીને તું કરી લેને કાબુ

નથી કરી તે બેવફાઈ કર્મ પડ્યા કાચા
નથી કરી તે બેવફાઈ કર્મ પડ્યા કાચા
ગુનેગાર બનવું નથી કોઈ નિર્ધોષના
મંજીલ મહોબતની રાજ મને આવી ના

હું સમજી શકું છું તારા રડતા આ દિલને
કોને જઈ કહું મારા દિલની આ ફીલને
હો મારુ દિલ નથી પથ્થર કુણું કાળજું છે મારે
કેમ સામી ઉભી ઉભી જીવ મારો બાળે

હો સળગાવ્યા સપના કરી લોને વસમાં
ખોટું કોઈનું કરવું નથી મારા નસમાં
હા ના રહે તારી જિંદગીમાં જીવવાનો આરો
ત્યારે ઉભો હશે આ આશિક તમારો

હા મારો રોમ ના લાવે આવો જિંદગીમાં દાડો
હા તમે કરો કઠણ કાળજા ના અમને રડાવો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *