Sunday, 22 December, 2024

Kismatma Hoy To Mali Jay Palma Lyrics in Gujarati

132 Views
Share :
Kismatma Hoy To Mali Jay Palma Lyrics in Gujarati

Kismatma Hoy To Mali Jay Palma Lyrics in Gujarati

132 Views

હો કિસ્મતમાં હોઈ તો મળી જાય પલમાં
કિસ્મતમાં હોઈ તો મળી જાય પલમાં
એમ જગ્યા થોડી યાર મળે કોઈના દિલમાં

હો રસ્તો આ પ્રેમનો સસ્તો નથી
માંગવાથી એમ પ્રેમ મળતો નથી
હો તકદીરમાં હોઈ તો
તકદીરમાં હોઈ તો મળી જાય પલમાં
એમ જગ્યા થોડી યાર મળે કોઈના દિલમાં
એમ જગ્યા થોડી યાર મળે કોઈના દિલમાં

હો મંદિરના પગથીયે ચડવું તો પડશે
માથું ઝુકાવીને નમવું પડશે
હો પ્રેમ તો પ્રેમ છે પ્રેમથીજ મળશે
પથ્થરને પુંજશો તો ભગવાન મળશે

હો ચાહો છો દિલથી તો દિલથી કહેજો
એની જોડે હંમેશા પ્રેમથી રહેજો
 હો નસીબમાં હોઈ તો મળી જાય પલમાં
એમ જગ્યા થોડી યાર મળે કોઈના દિલમાં
એમ જગ્યા થોડી યાર મળે કોઈના દિલમાં

આજે નઈ કાલે ક્યારે તો સમજાશે
પ્રેમ તારો એની આંખોમાં દેખાશે
હો તું જેમ તડપે એ પણ તડપશે
મળવા તને એનું દિલ પણ ધડકશે

હો બસ એ સમયની રાહ જોવી પડશે
તારો આ પ્રેમ તો તુજને મળશે
હો પરઃભવનું હોઈ તો મળે આ જનમમાં
નહીતો આ લેખ ના મળે કોઈ ભવમાં

હો કિસ્મતમાં હતું તો મળી જગ્યા દિલમાં
આજ તારો સાથ મને મળ્યો આ જનમમાં
હે આજ તારો પ્યાર મને મળ્યો આ જનમમાં

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *