Saturday, 21 December, 2024
  • ક્રિમીનલ પ્રોસીજર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની, બાળકો અને મા બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ?
    125
  • FIRનું પૂરું નામ શું છે ?
    First Information Report
  • આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે ?
    174
  • ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આરોપીને રાજ્યના ખર્ચે કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાઈ છે ?
    304
  • ક્રિમીનલ પ્રોસીજર કોડ હેઠળના શિક્ષાપાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આપેલ છે ?
    320
  • ધરપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે ?
    ધરપકડનું કારણ
  • ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોણ આદેશો આપી શકે છે ?
    એકઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ
  • ક્રિમીનલ પ્રોસીજર કોડના કાયદા મુજબ જો અન્વેષણ ચોવીસ કલાકમાં પૂરું થઈ શકે તેમ ન હોય તો કલમ 167 અન્વયે પોલીસ અધિકારી કઈ માંગણી કરી શકે ?
    રિમાન્ડની
  • સી.આર.પી.સી.ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે?
    આરોપીને ગુના અંગેની જાણ કરવી
  • ક્રિમીનલ પ્રોસીજર કોડના કાયદા અન્વયે સેશન્સ અદાલત આરોપીને ક્યારે રાજ્યના ખર્ચે વકીલ પૂરો પાડે છે ?
    આરોપી પાસે નાણાં ન હોય
  • ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ પોલીસ ગુનો બન્યાની નોંધ કરે છે ?
    કલમ 154
  • પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડના ક્યા પ્રકરણમાં કરવામાં આવે છે ?
    પ્રકરણ 12
  • બિન વારસી મળેલ મિલકતને ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ કબજે કરી શકાય ?
    102
  • ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં તાજના સાક્ષીની જોગવાઈ કરવામાં આવી છે ?
    306
  • અપીલનો અધિકાર એ.. .અધિકાર છે.
    કાનૂની
  • ભારતીય એવીડન્સ એક્ટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે ક્યા પ્રકારની ગણાય ?
    અમાન્ય ગણાય
  • ભારતીય એવીડન્સ એક્ટની કઈ કલમમાં ગૌણ પુરાવાને પણ સ્વીકૃતિ આપવામાં આવી ?
    કલમ 65
  • ભારતીય એવીડન્સ એક્ટના કાયદા મુજબ મરણોન્મુખ નિવેદન કઈ કલમ હેઠળ આવે છે ?
    કલમ 32
  • કોઈપણ સાક્ષીની સૌપ્રથમ નીચેના પૈકી કઈ તપાસ કરવામાં આવે છે ?
    સર તપાસ