Tuesday, 28 January, 2025
  • ભૂસ્થિર ઉપગ્રહોનું પૃથ્વીની અંતરથી અંતર કેટલા કિ.મી. છે ?
    34786 km
  • વપરાશ કરે એના કરતા વધુ બળતણ પેદા કરતા પ્રતિક્રિયાકારકને (રિએક્ટરને) શું કહેવાય છે ?
    સંવર્ધક પ્રતિક્રિયાકારણ
  • ભારત પાસે થોરીયમની વિશાળ અનામત છે. આ થોરિયમને ક્યા સ્વરૂપમાં મેળવવામાં આવે છે ?
    દરિયાઈ રેતીના મહત્ત્વના સાંદ્રણ સ્વરૂપે
  • ડી.આર.ડી.ઓ દ્વારા સેના અને વાયુદળ માટે વિકસાવવામાં આવેલ ઉચ્ચ ક્ષમતાવાળા રડારને ……………કહે છે.
    ઈન્દ્ર
  • પરમાણુ શસ્ત્રોના ઉત્પાદનમાં પ્લુટોનીયમનું ક્યું આઈસોટોપ વપરાય છે ?
    PU 239
  • ભારતની પ્રથમ સ્વદેશી બનાવટ અને વિકસિત લાંબા અંતરની સબસોનિક ક્રુઝ મિસાઈલ કઈ છે ?
    નિર્ભયા
  • ભારતમાં ફાસ્ટ બ્રીડર (FBR)ના નિર્માણ અને કાર્યરત કરવાનું DAE હેઠળ કઈ ભારતીય કંપનીને સોંપાયું છે ?
    ભારતીય નાભિકીય વિદ્યુત નિગમ લિ. (BHAVINI)
  • DRDO દ્વારા વિકસાવાયેલા ક્યા પ્રકારના વિમાનને નિશાંત નામ આપવામાં આવ્યું છે ?
    અનમેન એરિયલ વ્હિકલ (UAV)
  • ડીઆરડીઓ (DRDO) દ્વારા વિકસાવાયેલ ક્યું માનવરહિત હવાઈ વાહન (UAV) લક્ષ્યાંક ડ્રોન છે ?
    અભ્યાસ, ઉલ્કા અને લક્ષ્ય
  • સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં…. સભ્યો છે.
    પંદર
  • ભારત દેશનો સૌપ્રથમ ઉપગ્રહ તૈયાર કરનાર વૈજ્ઞાનિકનું નામ બતાવો.
    યુ.આર. રાવ
  • આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ઉપર નવું શરૂ કરાયેલું સુપર કમ્પ્યૂટર……. વિકસાવવામાં આવ્યું છે.
    હેવલેટ પેકાર્ડ
  • નેવીગેશન હેતુઓ માટે સામાન્ય રીતે………નો અધિકૃત માહિતી તરીકે ઉપયોગ થાય છે.
    ટાઈડલ ડેટમ
  • ‘બલસ્ય મુલં વિજ્ઞાનમ્’ મંત્ર કઈ સંસ્થાનો છે ?
    ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન
  • નાગ, ત્રિશૂલ, પિછોરા અને બરાક એ શું છે ?
    મિસાઈલ
  • SAR, SLAR અને અલ્ટીમીટર ક્યા પ્રકારના સેન્સર છે ?
    સૂક્ષ્મ તરંગ સેન્સર
  • VIRUS એટલે શું ?
    વાઈટલ ઈન્ફર્મેશન રિસોર્સ અન્ડર સીઝ
  • ખેતી વિષયક વિજ્ઞાન, પ્રક્ષેપાત્ર (મિસાઈલ) અને જીવન વિજ્ઞાન ક્ષેત્રમાં સંરક્ષણ તકનિકી વિકાસ કરતી સંસ્થા કઈ છે ?
    DRDO
  • DRDO દ્વારા લદ્દાખમાં વિશ્વનું સૌથી ઊંચું ટેરેસ્ટ્રીયલ કેન્દ્ર ઊભું કરવા પાછળનો આશય શું છે ?
    દુર્લભ અને વિલુપ્તીના આરે પહોંચેલી ઔષધીય વનસ્પતિનું સંરક્ષણ કરવું
  • ભારતનો પ્રથમ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ક્યા સ્થપાયો હતો ?
    તારાપોર
  • એક જ મિશનમાં સૌથી વધુ ઉપગ્રહો મુકનાર પ્રથમ એશિયાઈ દેશ ક્યો છે ?
    ભારત
  • ટીવી પ્રસારણ સહિતનું ઉપગ્રહ સંદેશાવ્યવહાર કઈ સંસ્થાના કાર્યક્રમનો ભાગ છે ?
    ઈસરો
  • ડીડી ન્યૂઝ ચેનલ હાલ કેટલી ભાષામાં સમાચાર પ્રસારિત કરે છે ?
    ચાર
  • જેગુઆર ક્યા પ્રકારનું લડાકુ વિમાન ગણાય ?
    જમીની હુમલાનું
  • જૈતાપુર ખાતે ન્યુક્લિયર રીએક્ટરનું નિર્માણ કરવા સારું ભારતે ક્યા દેશ સાથે સમજૂતી કરાર કર્યા છે ?
    ફ્રાન્સ
  • નેશનલ એટમોસ્ફીયરિક રિસર્ચ લેબોરેટરી (NARL) ક્યા આવેલી છે ?
    તીરૂપતિ
  • ભારતીય નૌકાદળ માટે વિકસાવવામાં આવેલ ધનુષ મિસાઈલ………. મિસાઈલનો પ્રકાર છે.
    પૃથ્વી
  • સાર્કના પ્રાદેશિક જૂથમાં કેટલા સભ્યો છે ?
    આઠ
  • INS ચક્ર શું છે ?
    પરમાણુ સબમરીન