Friday, 25 April, 2025

Koi Kahejo Kanuda Ne Jai Lyrics in Gujarati

4381 Views
Share :
Koi Kahejo Kanuda Ne Jai Lyrics in Gujarati

Koi Kahejo Kanuda Ne Jai Lyrics in Gujarati

4381 Views

કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગડે નઈ
ટાણું કટાણું એ જોવે નહીં ટાણું કટાણું એ જોવે નહીં
ને આવે વાંસલડી લઈ લઈ ને કહેજો કાનુડાને જઈ

કોઈ કહેજો ગોરાંદે ને જઈ નેણલાં નચાવે નઈ
હે ટાણું કટાણું એ જોવે નહીં ટાણું કટાણું એ જોવે નહીં
ને આવે મટુકડી લઈ લઈ કહેજો ગોરાંદે ને જઈ
કોઈ કહેજો ગોરાંદે ને જઈ નેણલાં નચાવે નઈ
કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગડે નઈ

ગામ છેડે જાવ તો વાહે વાહે કુવા છેડે જાવ તો વાહે વાહે
હો… હો… વાહે વાહે
ખુબ નાચે નચાવે થઈ થઈ કહેજો કાનુડાને જઈ
કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગડે નઈ
કોઈ કહેજો ગોરાંદે ને જઈ નેણલાં નચાવે નઈ

હે રોજ રોજ નવા નવા નખરા કરે છીર કાઢી સરોવરમાં નાહવા પડે
ઓ …હો …નાહવા પડે
એને ભાળીને થાતું કઇ કઇ કહેજો ગોરાંદે ને જઈ
કોઈ કહેજો ગોરાંદે ને જઈ નેણલાં નચાવે નઈ
કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગડે નઈ

ટાણું કટાણું એ જોવે નહીં ટાણું કટાણું એ જોવે નહીં
ને આવે વાંસલડી લઈ લઈ લઈ કહેજો કાનુડાને જઈ
કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગડે નઈ
કોઈ કહેજો ગોરાંદે ને જઈ નેણલાં નચાવે નઈ

ભર રે બજારે હાથ મરોડે કાકરડી મારી મટકી ફોડે
હા… હા … મટકી ફોડે
હો મને મારગડા વચ્ચે જઈ જઈ કહેજો કાનુડાને જઈ
કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગડે નઈ
કોઈ કહેજો ગોરાંદે ને જઈ નેણલાં નચાવે નઈ

હે વનરાતે વનમાં વાટુ જુવે ભાળે ના કાન તો પોકે રૂંવે
ઓ …હો …પોકે રૂંવે
એને બોલાવે ગીતડા ગઈ ગઈ ગઈ કહેજો ગોરાંદે ને જઈ
કોઈ કહેજો ગોરાંદે ને જઈ નેણલાં નચાવે નઈ
કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગડે નઈ

ટાણું કટાણું એ જોવે નહીં ટાણું કટાણું એ જોવે નહીં
ને આવે વાંસલડી લઈ લઈ લઈ કહેજો કાનુડાને જઈ
કોઈ કહેજો કાનુડાને જઈ વાંસળી વગડે નઈ
કોઈ કહેજો ગોરાંદે ને જઈ નેણલાં નચાવે નઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *