Koi Lal Lal Vans Na Lyrics in Gujarati
By-Gujju25-04-2023
240 Views
Koi Lal Lal Vans Na Lyrics in Gujarati
By Gujju25-04-2023
240 Views
હે કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો
કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો
હે …આજ શુભ દિન આયો મારે આંગણીયે
આજ શુભ દિન આયો મારે આંગણીયે
હે કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો
કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો
કંકુ છાંટીને આજ લખી રે કંકોતરી
અક્ષત ફૂલડેથી ફૈબાએ વધાવી
હે …મેં તો લગન લીધા છે મારા ભત્રીજાના
મેં તો લગન લીધા છે મારા ભત્રીજાના
હે કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો
કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો
વહેલેરા આવજો મોંઘેરા મહેમાનો
લગનમાં મળવાનો અવસર છે સૌનો
હે …રૂડી જાનુ જોડાશે વરરાજાની
રૂડી જાનુ જોડાશે વરરાજાની
હે કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો
કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો
કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો
કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો