Sunday, 22 December, 2024

Koi No Divas Aave Re Lyrics in Gujarati

174 Views
Share :
Koi No Divas Aave Re Lyrics in Gujarati

Koi No Divas Aave Re Lyrics in Gujarati

174 Views

પ્રેમ પ્રેમ સૌ કોઈ કહે પ્રેમ ના જાણે કોઈ
જો પ્રેમ જાણે આ કોઈ જગતમાં
તો પ્રેમથી જુદા ના રે કોઈ
તો પ્રેમથી જુદા ના રે કોઈ

હો… હો… હો… લા… લા… લા… લા…
હો… હો… હો… લા… લા… લા… લા…
હે… કોઈનો દિવસ આવે રે કોઈનો ટાઈમ આવે રે
હે… કોઈનો દિવસ આવે રે કોઈનો ટાઈમ આવે રે

હે… તારી ચરબી બકા થોડી સાઇડમાં રાખ જે
તારા પ્રેમીનો એક દિ જમાનો આવશે
હે… કોઈનો વાર આવે રે કોઈનો સ્ટાર આવે રે
હે… કોઈનો દિવસ આવે રે કોઈનો ટાઇમ આવ રે

હો… શેની આ કળ તને કેમ ફરે ફોમમાં
એક દિ આજ પ્રેમી આવશે તારા કોમમાં
અલી એ શેની આ કળ તને કેમ ફરે ફોમમાં
એક દિ આજ પ્રેમી આવશે તારા કોમમાં

હે… તારો રૂપરંગ આખીના જિંદગી રહેશે
તને રૂપનો ગુમાન છે ઉતરી જાશે
એ… પછી હોમુ તમારી બોલો કોણ જોશે રે
હો… હો… કોઈનો દિ આવે રે કોઈનો વખત આવે રે

હો… એવી કઈ વાત તમે ઉડો છો હવામાં
ટણી ટણીમાં જો જો હેઠા પડવાના
હો… હો… એવી કઈ વાત તમે ઉડો છો હવામાં
ટણી ટણીમાં જો જો હેઠા પડવાના

હે… પછી પાંખો તમારી કપાઈ જાશે રે
તારી સ્ટાઈલ અને સ્માઈલ ખોવાઈ જાશે રે
એ… પછી બોલવાની કોઈ ના તારી બારી રહેશે રે
હે… કોઈનો દીવસ આવે ર કોઈનો વખત આવે રે

હો… તારા જેવી એક નથી લાખો છે દુનિયામાં
ખોઈના બેસતા રે તમે મને હસવામાં
હો… હો… તારા જેવી એક નથી લાખો છે દુનિયામાં
ખોઈના બેસતા રે તમે મને હસવામાં

હે… મને તારાથી પણ હારી બીજી મળી જાશે રે
તને મારા જેવો આશિક કદી નહિ મળે રે
એ… હવે માનો મારી વાત નકર એકલા રહેશો રે
હો… હો… કોઈની ઘડી આવે રે કોઈનો દસકો આવે રે
હો… હો… કોઈનો ટાઇમ આવે રે કોઈનો સમય આવે રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *