Sunday, 22 December, 2024

Koi Rajpara Jaine Lyrics in Gujarati

2258 Views
Share :
Koi Rajpara Jaine Lyrics in Gujarati

Koi Rajpara Jaine Lyrics in Gujarati

2258 Views

કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની
ખોડલમાં ખમકારે
મારી માટેલ વાળીને મનાવો જગ જનની
ખોડિયારમાં ખમકારે
કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની
ખોડલમાં ખમકારે
ખોડિયારમાં ખમકારે

ભાવેના શેરની ભાગોળે શોભતું
રૂડું રાજપરુ ગામ
મનના મનોરથ ફળશે માનવીઓ
ધરા તાંતણીયે જાવ
તમે ઝાડીયો ડુંગરની ગજાવો જગ જનની
ખોડલમાં ખમકારે
કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની
ખોડલમાં ખમકારે
મારી મગરવાળી ને મનાવો જગ જનની
ખોડિયારમાં ખમકારે
ખોડિયારમાં ખમકારે

ભેળીયા વાળી સદા ભેળે રેતી
સમરે દેતી સાય
ખમકારો કરીને આવે માં ખોડલી
નીકળતા અંતર નાદ
તમે પ્રેમનો દિપક પ્રગટાવો જગ જનની
ખોડલમાં ખમકારે
કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની
ખોડલમાં ખમકારે
મારી માટેલવાળીને મનાવો મારી બેનું રે
ખોડિયારમાં ખમકારે
ખોડલમાં ખમકારે

અંબા ભવાની જેવી સાતે બેનડીયું
કરવા આવીયુ રે કામ
હો પાળે આવીને માનતા કરે એની
હૈયાની પૂરતી રે હાશ
તમે અંતરનો પ્રેમ ઉભરાવો જગ જનની
ખોડલમાં ખમકારે
કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની
ખોડલમાં ખમકારે
મારી મગરવાળીને મનાવો જગ જનની
ખોડલમાં ખમકારે
ખોડિયારમાં ખમકારે

માડી તેરા નામનો મહિમા છે મોટો
કોઈ ચરણે હાથ જઈ જોડે
દાસ વિઠ્ઠલ કે વળે હઠી માનવી
દુઃખને ટાણે રે દોડે
તમે દેવીના રે દ્વાર ખખડાવો જગ જનની
ખોડલમાં ખમકારે
કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની
ખોડલમાં ખમકારે
મારી માટેલવાળીને મનાવો જગ જનની
ખોડલમાં ખમકારે
મારી મગરવાળીને મનાવો જગ જનની
ખોડલમાં ખમકારે
ખોડલમાં ખમકારે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *