Sunday, 22 December, 2024

Koi To Phone Lagavo Ne Lyrics in Gujarati

123 Views
Share :
Koi To Phone Lagavo Ne Lyrics in Gujarati

Koi To Phone Lagavo Ne Lyrics in Gujarati

123 Views

ક્રષ્ણ જેનું નામ છે ને મારે એનું કામ છે
કોઈ તો ફોન લગાવો ને
હા ક્રષ્ણ જેનું નામ છે ને મારે એનું કામ છે
કોઈ તો ફોન લગાવો ને

ગોકુળ જેનું ગામ છે ને દ્વારિકા ધામ છે
કોઈ તો વાત કરવો ને
લોકો કહે છે ચોવીસ કલાક ઓનલાઇન છે
મંદિરે જાવું તો લાંબી રે લાઈન છે
લોકો કહે છે ચોવીસ કલાક ઓનલાઇન છે
મંદિરમાં જાવું તો લાંબી રે લાઈન છે
કોઈ તો દર્શન કરવો ને
હો જી રે ક્રષ્ણ જેનું નામ છે ને મારે એનું કામ છે
કોઈ તો ફોન લગાવો ને

હો મનમાં થાયે મને એવો અહેસાસ છે
દ્વારિકાધીશ જાણે મારી આસપાસ છે
મળીશ જરૂર તું એવો વિશ્વાસ છે
તો પછી શા માટે કરે નિરાશ છે
યુગે યુગે બદલે એતો સ્વરૂપ છે
કેટલા નામ ને કેટલા રૂપ છે
યુગે યુગે બદલે એતો સ્વરૂપ છે
કેટલા નામ ને કેટલા રૂપ છે
કોઈ તો રૂબરૂ કરાવો ને
ક્રષ્ણ જેનું નામ છે ને મારે એનું કામ છે
કોઈ તો ફોન લગાવો ને

હો કોને ખબર કે કાલે શુ થવાનું
અધુરૂ નાદ એ મારૂં સપનું મરવાનું
હો ઘડીભરમાં આયખું વીતી રે જવાનું
ભગવાન થઈને તારે આવું કરવાનું
અમારા ફેરા છે લખ ચોર્યાશી
આંખો રેશે તમ દર્શન ની પ્યાસી
અમારા ફેરા છે લખ ચોર્યાશી
આંખો રેશે તમ દર્શનની પ્યાસી
એક વાર મુખ બતાવો ને

એ વ્હાલા ક્રષ્ણ જેનું નામ છે ને મારે એનું કામ છે
કોઈ તો ફોન લગાવો ને
અરે રે ગોકુળ જેનું ગામ છે ને દ્વારિકા ધામ છે
કોઈ તો વાત કરાવો ને
કોઈ તો ફોન લગાવો ને
કોઈ તો વાત કરાવો ને

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *