Kori Gagardi Ma Sopari No Katko Lyrics in Gujarati
By-Gujju25-04-2023
701 Views
Kori Gagardi Ma Sopari No Katko Lyrics in Gujarati
By Gujju25-04-2023
701 Views
કોરી ગાગરડી માં સોપારી નો કટકો
જો જે રે વાલીડા વીરા સાસુજીનો લટકો
માંગી પોન્ચો પહેરીયો છે ને
જમાઈ પોંખવા આવી છે
હશે તનો લઈ જાશે પછી ચડશે ચટકો
કોરી ગાગરડી માં સોપારી નો કટકો
પારકે માંડવડે વેવાણ આવડો શું લટકો
માંગી સાડી પહેરી છે ને
જમાઈ પોંખવા આવી છે
હશે તની લઈ જાશે પછી ચડશે ચટકો
કોરી ગાગરડી માં સોપારી નો કટકો
જો જે રે વાલીડા વીરા સાસુજીનો લટકો
માંગી વીટી પહેરી છે ને
જમાઈ પોંખવા આવી છે
હશે તની લઈ જાશે પછી ચડશે ચટકો
gujjuplanet.com
કોરી ગાગરડી માં સોપારી નો કટકો
જો જે રે વાલીડા વીરા સાસુજીનો લટકો