Sunday, 22 December, 2024

કૃપાચાર્યની સલાહ

329 Views
Share :
કૃપાચાર્યની સલાહ

કૃપાચાર્યની સલાહ

329 Views

{slide=Krupacharya’s advise}

After Karna’s death, Krupacharya advised Duryodhan to put to rest his longstanding animosity, stop the battle and make truce with Pandavas. Krupacharya mentioned the fact that there was nobody in Kauravas camp who could take on the might of Arjuna. Therefore the best strategy was to surrender to the mighty Pandavas and save lives of the remaining Kauravas. Krupacharya further asserted that Yudhisthir would certainly give half of his kingdom to Duryodhan so it would make sense for Duryodhan to end its bitter animosity.

Krupacharya’s assessment of the situation was true, but Duryodhan did not give it much thought. After all, if someone wants to close his eyes and run away from reality, good advise won’t help much. It happened in Duryodhan’s case. He laughed out at Krupacharya’s words and continued his salvo on Pandavas.

કર્ણના મૃત્યુ પછી વયોવૃદ્ધ કૃપાચાર્યે દુર્યોધનને સલાહ આપતાં જણાવ્યું કે –

આ યુદ્ધક્ષેત્રમાં ચોતરફથી જે અતિઘોર સંગ્રામ શરૂ થયો છે તેને આજે સત્તર દિવસ વીતી ગયા છે. વાયુએ વીખેરી નાખેલાં શરદઋતુનાં મેઘમંડળોની પેઠે તમારાં સૈન્યો ચારે તરફ વીખરાઇ ગયાં છે.

આપણામાં તેવો ક્યો પુરુષ છે જે અર્જુનનો પરાજય કરી શકે ? અર્જુનની પાસે અનેક જાતનાં અલૌકિક અસ્ત્રો છે. એના ગાંડિવ ધનુષ્યનો ટંકાર માત્ર અમારા ધૈર્યનો નાશ કરી નાખે છે.

હે પૃથ્વીનાથ ! સભાની વચ્ચે ભીમસેને જે વચન કહ્યું હતું તે વચનને તેણે સફળ કર્યું છે અને હજી પણ સફળ કરશે.

પાંડવો સત્પુરુષ છે અને નિર્દોષ છે, છતાં પણ તમે તેમને વિના કારણે અનેક કુકૃત્યો દ્વારા અસંખ્ય સંકટો આપ્યાં છે. તેનું જ તમને ફળ મળ્યું છે. તમે કેવળ તમારે માટે સૌનો સંહાર કરાવ્યો છે. અને આખરે તમારો પોતાનો જીવ પણ સંશયમાં આવી પડ્યો છે. હવે તમે તમારા આત્માનું રક્ષણ કરો; કારણ કે આત્મા જ સર્વ અનુકૂળ સંયોગનું પાત્ર કહેવાય છે. એ પાત્ર જો ભાંગી પડે છે તો તેમાં રહેલો પદાર્થ પણ દિશાઓમાં વેરાઇ જાય છે. બૃહસ્પતિનો નીતિશાસ્ત્રનો નિશ્ચય છે કે ઓછા બળવાળા અથવા સમાન બળવાળા રાજાએ પોતાના શત્રુની સાથે સંધિ કરવી અને અધિક બળવાન રાજાએ શત્રુની સાથે યુદ્ધ કરવું. આપણે બળમાં અને શક્તિમાં પાંડવોથી ઊતરતા છીએ. માટે પાંડવોની સાથે આ સમયે સંધિ કરવી તે જ યોગ્ય છે. જે રાજા કલ્યાણકારી કાર્યને કરી જાણતો નથી તેમજ પોતાનું કલ્યાણ કરી જાણનારા વૃદ્ધોની અવગણના કરે છે તે રાજા સત્વર રાજ્યથી ભ્રષ્ટ થાય છે. તેનું કલ્યાણ નથી થતું. પ્રવર્તમાન પરિસ્થિતિમાં યુધિષ્ઠિરને નમી પડીને આપણે રાજ્ય મેળવીએ તેમાં જ આપણું શ્રેય રહેલું છે. મૂર્ખાઇથી યુદ્ધ કરીને પરાજય પામવામાં શ્રેય રહેલું નથી. ધૃતરાષ્ટ્ર તથા શ્રીકૃષ્ણની આજ્ઞાથી કૃપાશીલ રાજા યુધિષ્ઠિર તમને રાજગાદી પર બેસાડશે. શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને, અર્જુનને તથા ભીમસેનને જે કાંઇ કહે છે તેને બધા અનુસરે છે. હું માનું છું કે શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રના વચનનું ઉલ્લંધન નહીં કરે તેમ યુધિષ્ઠિર પણ શ્રીકૃષ્ણના વચનનું ઉલ્લંઘન નહીં કરે.

પાંડવો સાથે યુદ્ધ કરવામાં લાભ નથી.

કૃપાચાર્યે એવી સલાહ આપી પરંતુ દુર્યોધને તેને ના માની. એણે યુદ્ધને પૂરું કરવાનો જ નિર્ણય કર્યો. ડૂબતા માણસને પાણીમાથી બહાર કાઢવાનો કોઇ પ્રયાસ કરે, પરંતુ તેની મદદ મેળવવાનો ઇન્કાર કરવામાં આવે તો તે શું કરે ?

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *