Sunday, 22 December, 2024

Kum Kum Lyrics in Gujarati

152 Views
Share :
Kum Kum Lyrics in Gujarati

Kum Kum Lyrics in Gujarati

152 Views

હે માં
હે અંબા
આવો માં જગદંબા (2)

હો કકું ભરેલા માંડી ચોખલિયા
હો કુમકુમ પાડો તમે પગલિયા
હો કકું ભરેલા માંડી ચોખલિયા
કુમકુમ પાડો તમે પગલિયા
ઓ મારી માં તારી મેર તારા લીધે મારે લેર
ઓ મારી માં તારી મેર તારા લીધે લીલાલેર
હો નવલી રાત રૂડી ગરબાની રાત
માથે ગરબો લઈને ઘુમે મોરી માત
મારી માં
હો મારી માં તારી મેર તારા લીધે મારે લેર
હો મારી માં તારી મેર તારા લીધે લીલાલેર

હો માંડી તારી ઓઢણીમાં નવલખ તારલા
રૂપાના ઝાંઝરને જગમગ હીરલા
હો આદિ અનાદિ માં વિશ ભુજાળી માં
દયાનો સાગરને તું છે દયાળી માં
હો મમતા ભર્યું માંનુ મુખડુ મલકાઈ
હરખના આંશુ મારી આંખે છલકાઈ
હો મારી માં
હો મારી માં તારી મેર તારા લીધે મારે લેર

હો મારી માં તારી મેર તારા લીધે લીલાલેર

હો માંડી તારો ગરબો ગોળ ગોળ ઘુમતો
રૂડો લાગે ચાચરના ચોકમા એ રમતો
હો નવ નવ રાતના માં નોરતા કરૂ છુ
હેતના દિવા તારા મંદિરે ભરૂ છુ
હો સોનાનો ગરબો માથે ધરી
જગમગ દીવડા ગરબે કરી
મારી માં
હો મારી માં તારી મેર તારા લીધે મારે લેર
હો મારી માં તારી મેર તારા લીધે લીલાલેર
હો મારી માં તારી મેર તારા લીધે હવે લેર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *