Sunday, 24 November, 2024

અયોધ્યાનો ઇતિહાસ,જાણો કોણે,ક્યારે વસાવી હતી આ ધર્મનગરી

131 Views
Share :
અયોધ્યાનો ઇતિહાસ,જાણો કોણે,ક્યારે વસાવી હતી આ ધર્મનગરી

અયોધ્યાનો ઇતિહાસ,જાણો કોણે,ક્યારે વસાવી હતી આ ધર્મનગરી

131 Views

અયોધ્યાના વિવાદિત સ્થળે શનિવારના રોજ નિર્ણય આવવાનો છે. અયોધ્યાનો વિવાદ પાંચ સદીઓથી ચાલ્યો આવી રહ્યો છે. આ વિવાદ ત્યારથી માનવામાં આવી રહ્યો છે કે જયારે બાબરે મંદિર તોડીને મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું.

રામાયણ અનુસાર અયોધ્યાની સ્થાપના મનુએ કરી હતી. અયોધ્યા હિન્દુઓના પ્રાચીન અને સાત પવિત્ર તીર્થસ્થળોમાનું એક છે. જેમાં અયોધ્યા,મથુરા,માયા,કાશી,કાંચી,અવંતિકા અને દ્વારકા સામેલ છે. માનવામાં આવી રહ્યું છે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. રામના પિતા દશરથનું શાસન અહીંયા ચાલી રહ્યું હતું.

પારંપરિક ઇતિહાસમાં,અયોધ્યા કોસલ રાજ્યની પ્રારંભિક રાજધાની હતી. ગૌતમ બુદ્ધના સમયમાં કોસલના બે ભાગ થઇ ગયા હતા. ઉત્તર કોસલ અને દક્ષિણ કોસલ જેની વચ્ચેથી સરયૂ નદી વહેતી હતી.

બૌદ્ધકાળમાં જ અયોધ્યા નજીક એક વસ્તી રહેવા માટે આવી ગઈ હતી. જેનું નામ સાકેત હતું. બૌદ્ધ સાહિત્યમાં સાકેત અને અયોધ્યા એમ બંને નામ સાથે મળે છે. જેથી બંનેના ભિન્ન અસ્તિવ અંગે જાણકારી મળે છે.

રામાયણમાં અયોધ્યાનો ઉલ્લેખ કોસલ જનપદની રાજધાનીના રૂપે કરવામાં આવ્યો છે. પુરાણોમાં આ નગરના સંબંધમાં કોઈ વિશેષ ઉલ્લેખ મળી રહ્યા નથી. રામના જન્મ સમયે આ નગર અવધના નામે જાણીતું હતું. અયોધ્યામાં એક એવા સ્થળે મસ્જિદ બનાવવામાં આવી છે જેને હિન્દૂ પોતાના આરાધ્યદેવ રામનું જન્મસ્થાન માને છે. કહેવામાં આવે છે કે મુઘલ રાજા બાબરના સેનાપતિ મીર બાકીએ અહીંયા મસ્જિદ બનાવી હતી જેને બાબરી મસ્જિદના નામે ઓળખવામાં આવે છે. બાબર 1526માં ભારત આવ્યો હતો. 1528 સુધી તેનું સામ્રાજ્ય અવધ સુધી પહોંચી ગયું હતું. ત્યારબાદ ત્રણ સદીઓ સુધીના ઇતિહાસની જાણકારી કોઈપણ ઓપન સોર્સમાં હાજર નથી. 

અયોધ્યા અને સાકેત બંને નગરોને વિદ્વાન એક જ માને છે. કાલિદાસે પણ રઘુવંશમાં બંને નગરોને એક જ માન્યા છે,જેનું સમર્થન જૈન સાહિત્યમાં પણ જોવા માટે મળી રહ્યું છે. કનિંઘમમાં પણ અયોધ્યા અને સાકેતને એક જ નગર તરીકે દર્શાવવામાં આવ્યા છે. બૌદ્ધ ગ્રંથમાં અયોધ્યા અને સાકેતને ભિન્ન-ભિન્ન નગરોના રૂપે સમીકૃત કરવામાં આવ્યા છે. વાલ્મિકી રામાયણમાં અયોધ્યા કોસલની રાજધાની બતાવવામાં આવી છે ત્યારબાદ સંસ્કૃત ગ્રંથોમાં સાકેત મળી આવ્યું છે. 

અયોધ્યા ગંગા કિનારે સ્થિત રહેલું એક ગામ અથવા નગર માનવામાં આવી રહ્યું છે. “સાકેત” એક ભિન્ન મહાનગર હતું જેથી કોઈપણ રીતે તે એક હોઈ શકે નહિ.

અયોધ્યા ઘાટ અને મંદિરોની એક ધર્મનગરી છે. દરવર્ષે લખો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે. રામાયણની કથા અનુસાર સરયૂ અયોધ્યામાં થઈને વસે છે જે રાજા દશરથની રાજધાની અને રામની જન્મભૂમિ માનવામાં આવે છે. સરયૂ નદીના 14 મુખ્ય ઘાટ છે. જેમાં ગુપ્તદ્વાર ઘાટ,કૈકેયી ઘાટ,કૌશલ્યા ઘાટ,પાપમોચન ઘાટ અને અન્ય ઘાટોનો વિશેષ ઉલ્લેખ છે. મંદિરમાં “કનક ભવન” સૌથી વધારે સુંદર છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *