Sunday, 22 December, 2024

Laad No Khajano Mari Dikri Lyrics in Gujarati

626 Views
Share :
Laad No Khajano Mari Dikri   Lyrics in Gujarati

Laad No Khajano Mari Dikri Lyrics in Gujarati

626 Views

હો લાડ નો ખજાનો જોને મારી દીકરી
હો લાડ નો ખજાનો જોને મારી દીકરી
હેત નો છે દરિયો જોને મારી દીકરી
હો લાડ નો ખજાનો જોને મારી દીકરી
હેત નો છે દરિયો જોને મારી દીકરી

હે નાનકડી પરી આભે થી ઉતરી
નાનકડી પરી આભે થી ઉતરી
ઘરમાં મારા આવી પા પા પગલી ભરતી
આંગણા માં આવી મારા હસતી ખેલતી

હો આંગણા માં આવી મારા હસતી ખેલતી
લાડે કોડે હૈયા કેરા ઝૂલે જુલતી
લાડ નો ખજાનો જોને મારી દીકરી
હેત નો છે દરિયો જોને મારી દીકરી

મારી દીકરી લક્ષ્મી નો અવતાર
મારા હૈયે હરખ નો નહિ પાર
દીકરી હોય જો જેના ઘરમાં
ખુશીયો અપાર હોય જીવન માં

હો સૌની છે લાડકવાયી મારી લાડલી
વાલી વાલી ને લાગે પ્યારી મારી લાડલી
હો દિલનો ધબકારો મારી આંખ નું રતન છે
દીકરી તો માં બાપ નું સાચું જીવન છે

ઓ મારી લાડલી તું છે પાપા ની પરી
મારી લાડલી તું છે પાપા ની પરી
પરભવ ના પુણે આવી મને તું મળી
ધન્ય મારા ભાગ્ય ને ધન્ય આ ઘડી

હો ધન્ય મારા ભાગ્ય ને ધન્ય આ ઘડી
પગલે તારા આવી મારે ખુશીયો ની ઘડી
લાડ નો ખજાનો જોને મારી દીકરી
હેત નો છે દરિયો જોને મારી દીકરી

દીકરી મારી લાડકવાઈ લક્ષ્મી નો અવતાર
યશ્વી મારી લાડકવાઈ લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર
યશ્વી મારી લાડકવાઈ હો… ઓ… ઓ

હો દીકરી તો મારી લક્ષ્મી નો અવતાર છે
લક્ષ્મી નો અવતાર મારી સાંજ ને સવાર છે
હો નશીબ વાળા ને ઘેર જન્મે છે દીકરી
જીવન ના બાગ ને મહેકાવે છે દીકરી

નથી જીવન નો ભાર એ છે ખુશીયો ની બહાર
નથી જીવન નો ભાર એ છે ખુશીયો ની બહાર
દીકરી તો છે ત્રણ કુળ ને તારનાર
તું છે મારા ઘર નો દીવો દીકરી

હો તું છે મારા ઘર નો દીવો યશ્વી
દિલની રે દુઆ ગણું જીવો દીકરી
લાડ નો ખજાનો જોને મારી દીકરી
હેત નો છે દરિયો જોને મારી દીકરી
લાડ નો ખજાનો જોને મારી દીકરી
હેત નો છે દરિયો જોને મારી દીકરી

હો લાડ નો ખજાનો જોને મારી યશ્વી
હેત નો છે દરિયો જોને મારી યશ્વી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *