Sunday, 22 December, 2024

Ladali Lyrics in Gujarati

204 Views
Share :
Ladali Lyrics in Gujarati

Ladali Lyrics in Gujarati

204 Views

હો બહેના ઓ બહેના તને નજર ના લાગે
હો બહેના ઓ બહેના તને નજર ના લાગે
ઉંબરો ઓળગતા ઠોકર ના વાગે

વાલ કેરો દરિયો જાણે વહી રે જાશે
છોડી ઘર આજ બેની પારકી રે થાશે
છોડી ઘર આજ બેની પારકી રે થાશે

ઓ લાડલી
ઓ લાડલી રે લાડલી કેમ કઈ ના માંગે
ઉંબરો ઓળગતા ઠોકર ના વાગે
ઉંબરો ઓળગતા ઠોકર ના વાગે

હો ઘુમ-ઘુમ તારી ઘૂઘરીયોનો સાદ સંભાળશે
રંગ તારી ખુશીયોનો આસો ના થાશે
ડગલી ડગલી ચાલતા બેની દોડતા શીખી ગઈ
આજે હાથે મહેંદી તારા પિયુજીની તે ભરી

દાદા-દાદીની સેવા સાકરી રે કરતા
મમ્મી પપ્પાને બેની વાલ ઘણા કરતા
મમ્મી પપ્પાને બેની વાલ ઘણા કરતા

ઓ લાડલી  અરે હાઈ
ઓ લાડલી રે કોણ હવે ખબરું બધી રાખશે
ઉંબરો ઓળગતા ઠોકર ના વાગે
ઉંબરો ઓળગતા ઠોકર ના વાગે

હો ઘરની દીવાલોને આંગણું રે શોધશે
આશા બેનીને જાતા કેમ કરી રોકશે
સીતાબાને હરજીભા સુના પડી જાશે
વાલા કેરો દરિયો મારો દૂર થઈ જાશે

મમ્મી હંસાબેન પપ્પા ચંદુભાઈ પુછે
ભાઈ વિજયને વિશાલ પૂછે
તારા ગયા પછી અમારા આંશુ કોણ લુછે

ઓ લાડલી  ….
સોમદાસ મહારાજ પરિવાર કહેવાને માંગે
ઉંબરો ઓળગતા ઠોકર ના વાગે

હો કાલુ ઘેલું બોલતી ઢીંગલી મોટી રે થઈ ગઈ
મૂકીને રમકડાં યાદો પાલવડે બાંધી ગઈ
ખુશીયો મળેને સદા વાલ છલકતો રહે
દુઃખ ના આવે કદી ચહેરો મલકતો રહે

પુછે તારો વીરો બેની મનની વાત કહેજો
ભુલચુક હોયતો માફ કરી દેજો
ભુલચુક હોયતો માફ કરી દેજો

ઓ લાડલી  અરે હાઈ
ઓ લાડલી રે કોણ હવે ખબરું બધી રાખશે
ઉંબરો ઓળગતા ઠોકર ના વાગે
ઉંબરો ઓળગતા ઠોકર ના વાગે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *