Lado Ladi Jame Kansar Lyrics in Gujarati
By-Gujju25-04-2023

Lado Ladi Jame Kansar Lyrics in Gujarati
By Gujju25-04-2023
લાડો લાડી જમે રે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે રે

નાખે માંહે ઘી કેરી ધાર સંસાર કાય ફલ્યો લાગે રે

સાસુજી ખુબ સજી શણગાર પીરસવાને આવીયા રે
સાસુજી ખુબ સજી શણગાર પીરસવાને આવીયા રે
જીણી વાંટી સાંકર ત્યાર થાળી ભરીને લાવીયા રે
પીરસતા મન મલકાય આંનદ ઉર અંગમાં રે
લાડો લાડી જમે રે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે રે
રત્ને જડ્યો બાજોટ વિશાલ મુકે છે મુખ આગળ રે

ભેગા બેસી જમે વર કન્યા અધિક ઉચ્ચ રંગમાં રે
સાથે બેસી સૈયર બે ચાર તપાસ રાખે બેનીની રે
લાડો લાડી જમે રે કંસાર આંનદ આજે અતી ઘણો રે