Sunday, 22 December, 2024

Lagan Lyrics in Gujarati

164 Views
Share :
Lagan Lyrics in Gujarati

Lagan Lyrics in Gujarati

164 Views

તારી મારી પ્રેમ કહાની એમાં જતી રઈ જવાની
મને ખબર નતી તું છોડીને ચાલી
પ્રેમ કહાની એમાં જતી રઈ જવાની
મને ખબર નતી તું જતી રે રહેવાના

હો લગન તારાય થાશે લગન મારાય થાશે
તારાય થાશે લગન મારાય થાશે
પણ આપણા બે ના થાય હોત
તો વાત જુદી હોત વાલી વાત નોખી હોત

હો આજ તારાય થાશે કાલ મારાય થાશે
પણ આપણા બે ના થાય હોત
તો વાત જુદી હોત વાલી વાત નોખી હોત

હો મને પણ હતું ગમતું તને પણ હતું
સમાજ શું કહેશે એટલે તે જતું કર્યું
 મને પણ હતું ગમતું તને પણ હતું
સમાજ શું કહેશે એટલે તે કર્યું જતું

હો દિલ તારું દુભાશે મન મારુ મુંઝાશે
પણ નથી એ આપણા હાથ
મારા રોમના હાથ એતો પ્રભુના હાથ

હો લગન તારાય થાશે લગન મારાય થાશે
પણ આપણા બે ના થાય હોત
તો વાત જુદી હોત વાલી વાત નોખી હોત
હો તો વાત જુદી હોત વાલી વાત નોખી હોત

હો ફેરા ફરતા તારો પગ કેમ ઉપડશે
આખી દુનિયા મારા પ્રેમને વગોળશે
હો પરાકા હાથે તારી પાથી પુરાશે
મારુ કરેલું પોણી ના રે લજાસે

હો મોઢું મીઠું કરીને ગામ ખાસે મોહનથાળ
મારે ઝેર ખાવાના વારો આવશે એ દાડ
મોઢું મીઠું કરીને ગામ ખાસે મોહનથાળ
મારે ઝેર ખાવાના વારો આવશે એ દાડ

તે ઘર માંડયું પરબારું મન ઉતરી ગયું મારુ
પણ થવા કાળે થવાનું થયું
કોઈનું કોઈ ના ગયું મારુ બધું રે ગયું
કોઈનું કોઈ ના ગયું મારુ બધું રે ગયું

હો આંખો રોવે છે ચોધાર આંશુ
નથી લગતું વાલી ભેળા થાશું
હો આ દાડા જોવાના કેમ આયા ભાગ
હૈયું બળી બળીને થયું રાખ

હો આપણે પ્રેમ કર્યો તો કોઈ અપરાધ નઈ
તોય સજા મળી એવી જામની મળ્યા નઈ
આપણે પ્રેમ કર્યો તો કોઈ અપરાધ નઈ
તોય સજા મળી એવી જામની મળ્યા નઈ

કોને જઈને કહેવું તારા વિના સિદ રહેવું
પણ લેખા-જોખની આ વાત
એમ કોઈનો નથી વાંક શું કરવી ફરિયાદ

હો લગન તારા થઈ ગયા ભલે મારા ના થયા
તારા થઈ ગયા ભલે મારા ના થયા
પણ આપણા બે ના થાય હોત અલી
તો વાત જુદી હોત વાલી વાત નોખી હોત
હો આપણી તો વાત જુદી હોત આપણી વાત નોખી હોત

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *