Friday, 27 December, 2024

લજ્જા મોરી રાખો શ્યામ હરિ

336 Views
Share :
લજ્જા મોરી રાખો શ્યામ હરિ

લજ્જા મોરી રાખો શ્યામ હરિ

336 Views

રાખો રે શ્યામ હરિ,
લજ્જા મોરી રાખો શ્યામ હરિ.

ભીમ હી બેઠે, અર્જુન હી બેઠે,
તેણે મારી ગરજ ન સરી … લજ્જા.

દુષ્ટ દુર્યોધન ચીરને ખેંચાવે,
સભા બીચ ખડી રે કરી … લજ્જા.

ગરુડ ચડીને ગોવિંદજી રે આવ્યા,
ચીરનાં તો વા’ણ ભરી … લજ્જા.

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ,
ચરણે આવી તો ઊગરી … લજ્જા.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *