Saturday, 27 July, 2024

લક્ષદ્વીપ ફરવા જવું હોય તો કેટલો ખર્ચ થશે?

144 Views
Share :
લક્ષદ્વીપ ફરવા જવું હોય તો કેટલો ખર્ચ થશે?

લક્ષદ્વીપ ફરવા જવું હોય તો કેટલો ખર્ચ થશે?

144 Views

શું તમે સમુદ્રનાં મીઠા અવાજની શાંતિ, મધૂરતા અને સૌંદર્યની સુંદરતાનો આહલાદક અનુભવ લેવા માંગો છો? તો લક્ષદ્વીપ તમારા માટે એકદમ યોગ્ય જગ્યા છે.

  • લક્ષદ્વીપ પર્યટકો માટે આકર્ષણનું સ્થળ
  • અહીં પહોંચવા માટે સમુદ્રી અથવા હવાઈ માર્ગ જ ઉપલબ્ધ
  • લક્ષદ્વીપનું ભોજન કેરળની યાદ અપાવે તેવું હોય છે

જો તમને પણ બિચ ખૂબ પસંદ હોય છે અને જો સમુદ્રી તટની સુંદરતાનો આનંદ લેવા ઈચ્છતા હોય તો ભારતનું લક્ષદ્વીપ તમારા માટે બેસ્ટ સ્પોટ છે. અહીં દ્વીપસમૂહ અરબ સાગની વચ્ચે સ્વર્ગનો એક ટૂકડો છે કે જ્યાં દરવર્ષે હજારો પર્યટકો ફરવા માટે આવતાં હોય છે. પણ લક્ષદ્વીપ ફરવા માટે સૌથી સારો સમય કયો છે? ત્યાં કેવી રીતે પહોંચવું? ત્યાં જોવા જેવું શું-શું છે? આવો જાણીએ.

લક્ષદ્વીપ ફરવાનો શ્રેષ્ઠ સમય

લક્ષદ્વીપમાં આખું વર્ષ સુંદર વાતાવરણ જ રહે છે પણ ફરવા માટેનો સૌથી સારો સમય ઓક્ટોબરથી માર્ચની વચ્ચેનો માનવામાં આવે છે. આ દરમિયાન વાતાવરણ રળિયામણું હોય છે જે હરવા-ફરવા માટે આરામદાયક છે. આમ તો ગરમીની સિઝનમાં પણ તમે ત્યાં જઈ જ શકો છો. આ દરમિયાન ભીડ ઓછી હોવાને લીધે ફરવામાં ઘણી સરળતા રહે છે.

લક્ષદ્વીપ કેવી રીતે પહોંચવું?

અરબ સાગરનાં તટ પર સ્થિત લક્ષદ્વીપ સુધી પહોંચવા માટે માત્ર જહાજ અને ફ્લાઈટનો જ ઉપયોગ કરી શકાય છે. કોચીથી લક્ષદ્વીપ સુધી પાણીવાળા જહાજનો રોમાંચક સફર 14થી 20 કલાકનો રહે છે. જો જલ્દી પહોંચવા ઈચ્છો છો તો હવાઈ માર્ગે તમે ફ્લાઈટની મદદથી  1-2 કલાકમાં પહોંચી શકશો. અગટ્ટી આઈલેંડથી તમે બોટ દ્વારા મિનિકોય આઈલેંડ, કલ્પેની આઈલેંડ અને અન્ય આઈલેંડ જઈ શકશો. તમે અગટ્ટીથી કવરત્તી આઈલેંડ સુધી હેલીકોપ્ટરની સવારીનો પણ આનંદ માણી શકશો.

લક્ષદ્વીપમાં ફરવાલાયક સ્થળો

લક્ષદ્વીપ ખુબ સુંદર છે અને પાણીની નીચેનું જીવન જોવા માટે પર્યટકો રોમાંચક એક્ટિવિટી પણ કરી શકે છે. અહીં સ્નોર્કલિંગ, સ્કૂબા ડાઈવિંગ અને અંડરસી વોકિંગ જેવા એડવેંચર કરી શકાય છે. એટલું જ નહીં પર્યટકો અહીં કાયાકિંગ, કેનોઈંગ, જેટ-સ્કીઈંગ, કિટ્સર્ફિંગ અને પેરાસેલિંગની મજા પણ માણી શકે છે. આ સિવાય તમામ દ્વીપોનાં પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ પણ તેઓ માણી શકે છે. અગટ્ટી અને બંગારામ આઈલેંડ લક્ષદ્વીપમાં ડોલ્ફિન જોવા માટે બેસ્ટ છે.

લક્ષદ્વીપમાં ભોજન

લક્ષદ્વીપમાં ભોજનની વાત કરીએ ત્યારે કેરળ જરૂરથી યાદ આવે છે. મોટાભાગનાં ઘરોની રસોઈમાં મલબારનાં પકવાનો જોવા મળે છે. દરેક ડિશમાં થોડું નારિયેળ તેલ અને મીઠા લીમડાનો વઘાર માણવા મળે છે. અહીં ચોખા મુખ્ય ભોજન છે આ સાથે જ SEA FOOD ખાવાની પણ મજા લઈ શકાય છે. લગ્નોમાં કિલંગજિ નામક અંડા અને ભાતની વાનગીઓ બને છે.

લક્ષદ્વીપનું બજેટ

4 દિવસ અને 3 રાત માટે લક્ષદ્વીપ ટૂર પેકેજ આશરે 23,049 રૂપિયા (વ્યક્તિદીઠ) થી શરૂ થાય છે. જો કે આ પેકેજ લક્ષદ્વીપ પહોંચ્યા પછી શરૂ થાય છે. એ પહેલાં લક્ષદ્વીપ પહોંચવા અને પાછા ફરવા માટે તમારે ટિકિટની વ્યવસ્થા અલગથી કરવી પડશે. જો તમે ઓછા બજેટમાં લક્ષદ્વીપની મુલાકાત લેવા ઈચ્છતા હોવ તો જહાજ દ્વારા જવું જોઈએ. કારણકે કોચીથી લક્ષદ્વીપ સુધીની 14-20 કલાકની જહાજની મુસાફરીમાં 2200-5000 રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે ફ્લાઇટનાં ભાવ 5500 રૂપિયાથી શરૂ થાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *