લાંબા હાથ પર સુંદર લાગશે મહેંદીની આ સુંદર ડિઝાઈન
By-Gujju06-12-2023
લાંબા હાથ પર સુંદર લાગશે મહેંદીની આ સુંદર ડિઝાઈન
By Gujju06-12-2023
હાથ અને પગમાં મહેંદી (Mehndi) લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે જ દરેક નાના મોટા અવસરે અને તહેવારે પણ મહિલાઓ મહેંદી લગાવે છે. ત્યારે બેસ્ટ લૂક માટે હાથના આકાર મુજબ કેવા પ્રકારની મહેંદી લગાવવી જોઈએ તે અંગે અમે તમને જણાવીએ.
આજકાલ કટઆઉટ ડિઝાઈનની મહેંદી ખૂબ જ ફેમસ છે. લાંબા હાથ માટે તમે વેલ સ્ટાઇલમાં કટઆઉટ ડિઝાઈન કરી શકો છો. આવું કરવાથી તમારા હાથ પર મહેંદીની ડિઝાઈન ખૂબ જ સારી લાગશે. આ ડિઝાઈનમાં તમે ફૂલ અને પાનની ડિઝાઈન પેટર્ન પસંદ કરી શકો છો.
મહેંદી ડિઝાઈન 2
હાથના કાંડા પર આ રીતની મહેંદી ડિઝાઈન ખૂબ જ સુંદર લાગશે. જો તમને હાથની સાથે સાથે કાંડા અને બાજુ પર પણ મહેંદી લગાવવી પસંદ છે તો તેને હાથ પર ઉપર સુધી લગાવી શકો છો.
મહેંદી ડિઝાઈન 3
બ્રેસલેટ સ્ટાઇલ મહેંદી ડિઝાઈનને તમે કસ્ટમાઇઝ કરી ભરાવદાર લૂક આપી શકો છો અને ફૂલ-પાન સહિત જાળીવાળી ડિઝાઈન બનાવી શકો છો. તો મોર્ડન લૂક માટે આ રીતની મહેંદી ડિઝાઈન ખૂબ જ એટ્રેક્ટિવ લાગશે. આ રીતની મહેંદી ડિઝાઈન બેક હેન્ડ માટે બનાવવી.
મહેંદી ડિઝાઈન 4
લાંબા હાથ પર વેલવાળી મહેંદી ડિઝાઈન ખૂબ જ સારી લાગે છે. ઉલ્લેખનીય છે કે, આ રીતની મહેંદી ડિઝાઈન તમારે થોડિક લંબાઇમાં બનાવવી અને ઝીણી ડિઝાઈનમાં જ મહેંદીની ડિઝાઈનને પૂરી કરવી. આ રીતની ડિઝાઈન બનાવવા માટે તમે ડાર્ક કલરવાળી મહેંદીનો ઉપયોગ કરી શકો છો.
મહેંદી ડિઝાઈન 5
જો તમે મહેંદીની અલગ-અલગ ડિઝાઈન લગાવવાના શોખીન છો તો આ રીતની ફુલ હેન્ડ મહેંદી ડિઝાઈન પસંદ કરી શકો છો. ભરાવદાર લૂક માટે મંડાલા આર્ટ, જાળીવાળી ડિઝાઈન જેવી ઘણી પેટર્ન બનાવી શકો છો. તો તમે ઇચ્છો તો નામ પણ લખી શકો છો. આ રીતની મહેંદી ડિઝાઈનની સાથે તમે બેક મહેંદી ડિઝાઈન માટે વેલ ડિઝાઈન બનાવી શકો છો જેથી તમારા હાથ પર મહેંદી સુંદર લાગશે.