Monday, 23 December, 2024

Lanka Kand Doha 46

128 Views
Share :
Lanka Kand  							Doha 46

Lanka Kand Doha 46

128 Views

युद्ध का वर्णन
 
प्रभु पद कमल सीस तिन्ह नाए । देखि सुभट रघुपति मन भाए ॥
राम कृपा करि जुगल निहारे । भए बिगतश्रम परम सुखारे ॥१॥
 
गए जानि अंगद हनुमाना । फिरे भालु मर्कट भट नाना ॥
जातुधान प्रदोष बल पाई । धाए करि दससीस दोहाई ॥२॥
 
निसिचर अनी देखि कपि फिरे । जहँ तहँ कटकटाइ भट भिरे ॥
द्वौ दल प्रबल पचारि पचारी । लरत सुभट नहिं मानहिं हारी ॥३॥
 
महाबीर निसिचर सब कारे । नाना बरन बलीमुख भारे ॥
सबल जुगल दल समबल जोधा । कौतुक करत लरत करि क्रोधा ॥४॥
 
प्राबिट सरद पयोद घनेरे । लरत मनहुँ मारुत के प्रेरे ॥
अनिप अकंपन अरु अतिकाया । बिचलत सेन कीन्हि इन्ह माया ॥५॥
 
भयउ निमिष महँ अति अँधियारा । बृष्टि होइ रुधिरोपल छारा ॥६॥
 
(दोहा)
देखि निबिड़ तम दसहुँ दिसि कपिदल भयउ खभार ।
एकहि एक न देखई जहँ तहँ करहिं पुकार ॥ ४६ ॥
 
યુદ્ધનું વર્ણન
 
(દોહરો)  
પ્રભુપદકમળે શીશને મૂકી કર્યા પ્રણામ;
બંનેને પેખી થયા પ્રસન્ન પુલકિત રામ.
 
કૃપા કરી મધુરો કર્યો દૈવી દષ્ટિપાત;
સુખી બન્યા એથી ઉભય, ઊતર્યો સઘળો થાક.
*
ગયા જાણી અંગદ હનુમાન કર્યું વાનરસૈન્યે પ્રયાણ,
થતાં રાક્ષસો સાયંકાળ દોડયા લડવા માટે તત્કાળ.
 
ફર્યા વાનરયોદ્ધાઓ પાછા, લાગ્યા લડવા રાખી જય આશા;
બંને સેના હતી બળવાન, લડી ઉત્સાહે મૂકીને પ્રાણ.
 
હતા રાક્ષસો વીર ને કાળા, કપિ વિવિધરંગી પુષ્ટ ન્યારા,
વળી સઘળા વિશાળ-શરીર, ડરતા યુદ્ધથકી ના લગીર.
 
વર્ષા શરદનાં વાદળ જેવા બંને દેખાતા દૂરથી કેવા,
લડતા પવનથી પ્રેરિત જાણે, પ્રિય જીવનને નવ માને.
 
અતિકાય અકંપન માયા રચી અસુરો તરફથી આવ્યા,
થયો અંધાર એથી પળમાં, જાગ્યો ક્ષોભ વાનરના દળમાં.
 
(દોહરો)  
લોહી પથ્થર રાખની વૃષ્ટિ થવા લાગી,
કપિ પોકાર કરી રહ્યા દષ્ટિને ત્યાગી.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *