Saturday, 27 July, 2024

Lanka Kand Doha 47

78 Views
Share :
Lanka Kand  							Doha 47

Lanka Kand Doha 47

78 Views

युद्ध का वर्णन
 
सकल मरमु रघुनायक जाना । लिए बोलि अंगद हनुमाना ॥
समाचार सब कहि समुझाए । सुनत कोपि कपिकुंजर धाए ॥  
 
पुनि कृपाल हँसि चाप चढ़ावा । पावक सायक सपदि चलावा ॥
भयउ प्रकास कतहुँ तम नाहीं । ग्यान उदयँ जिमि संसय जाहीं ॥२॥
 
भालु बलीमुख पाइ प्रकासा । धाए हरष बिगत श्रम त्रासा ॥
हनूमान अंगद रन गाजे । हाँक सुनत रजनीचर भाजे ॥३॥
 
भागत पट पटकहिं धरि धरनी । करहिं भालु कपि अद्भुत करनी ॥
गहि पद डारहिं सागर माहीं । मकर उरग झष धरि धरि खाहीं ॥४॥
 
(दोहा)
कछु मारे कछु घायल कछु गढ़ चढ़े पराइ ।
गर्जहिं भालु बलीमुख रिपु दल बल बिचलाइ ॥ ४७ ॥
 
યુદ્ધનું વર્ણન
 
મર્મ સઘળો રઘુનાયકે જાણ્યો ભ્રમ વાનરસૈન્યનો ટાળ્યો;
દોડયા ક્રોધે અંગદ હનુમાન, દીધું રામે રહસ્યનું જ્ઞાન.
 
રામે ધનુષ હસીને ચઢાવ્યું, સદ્ય પાવકબાણ ચલાવ્યું;
થયું તેજ રહ્યું ના અંધારું જ્ઞાન પ્રગટયે સંશય જેમ ચારુ.
 
શ્રમ ભય થકી મુક્ત પ્રસન્ન થઈ વાનરસેના અનંત;
ગરજ્યા હનુમાન અંગદ રણમાં, નાઠા રાક્ષસો હાકથી ક્ષણમાં.
 
જતા યોદ્ધાને પાડીને મારે કપિભાલુ ઉત્સાહથી ભારે;
પગ પકડી સમુદ્રમાં નાખે, ઝેરી જલચર એમને ચાખે.
 
(દોહરો)  
મર્યા, થયા ઘાયલ, ગયા ગઢ પર ચઢી અનેક;
ખળભળાવતાં શત્રુદળ ગરજ્યા વાનર નેક.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *