Friday, 6 December, 2024

Lanka Kand Doha 93

122 Views
Share :
Lanka Kand  							Doha 93

Lanka Kand Doha 93

122 Views

राम-रावण युद्ध
 
दसमुख देखि सिरन्ह कै बाढ़ी । बिसरा मरन भई रिस गाढ़ी ॥
गर्जेउ मूढ़ महा अभिमानी । धायउ दसहु सरासन तानी ॥१॥
 
समर भूमि दसकंधर कोप्यो । बरषि बान रघुपति रथ तोप्यो ॥
दंड एक रथ देखि न परेऊ । जनु निहार महुँ दिनकर दुरेऊ ॥२॥
 
हाहाकार सुरन्ह जब कीन्हा । तब प्रभु कोपि कारमुक लीन्हा ॥
सर निवारि रिपु के सिर काटे । ते दिसि बिदिस गगन महि पाटे ॥३॥
 
काटे सिर नभ मारग धावहिं । जय जय धुनि करि भय उपजावहिं ॥
कहँ लछिमन सुग्रीव कपीसा । कहँ रघुबीर कोसलाधीसा ॥४॥
 
(छंद)
कहँ रामु कहि सिर निकर धाए देखि मर्कट भजि चले ।
संधानि धनु रघुबंसमनि हँसि सरन्हि सिर बेधे भले ॥
सिर मालिका कर कालिका गहि बृंद बृंदन्हि बहु मिलीं ।
करि रुधिर सरि मज्जनु मनहुँ संग्राम बट पूजन चलीं ॥
 
(दोहा)
पुनि दसकंठ क्रुद्ध होइ छाँड़ी सक्ति प्रचंड ।
चली बिभीषन सन्मुख मनहुँ काल कर दंड ॥ ९३ ॥
 
રામ-રાવણનું યુદ્ધ
 
(દોહરો)   
દેખી મસ્તક વૃદ્ધિને રાવણ વિસર્યો મોત,
ગરજ્યો અભિમાની દસે ધનુસાથ મૂકી દોટ.
 
દેખાયો રથ ના ઘડી; ઝાકળ જ્યમ રવિને,
ક્રોધે તેમજ બાણથી ઢાંકયો પ્રભુરથને.
 
હાહાકાર કર્યો સુરે ત્યારે ક્રોધ કરી,
પ્રભુએ ધનુષ ઉપાડતાં છેદ્યાં શીશ ફરી.
 
ધરા દિશા પ્રદિશા ગગન તેનાથી ઢાંકયાં;
કપાયલાં શિર દોડવા ગગનપથે લાગ્યાં.
 
કોશલપતિ ક્યાં, રામ ક્યાં, લક્ષ્મણ ક્યાં સુગ્રીવ,
બોલી દોડયાં જયસ્વરે સૈન્ય કરી ભયભીત.
 
(છંદ)
ક્યાં રામ બોલી શીશ દોડયાં, વાનરો નાસી રહ્યાં,
ત્યારે હસી રઘુવંશમણિએ શીશને વીંધ્યાં બધાં;
શિર માલિકા સહ કાલિકા સંગ્રામમાં ટોળે મળી,
સૌ રુધિર સરસ્નાતા રહી રણવટતણી પૂજા કરી.
 
(દોહરો)   
ક્રુદ્ધ રાવણે તે પછી છોડી શક્તિ પ્રચંડ,
વિભીષણ તરફ તે વધી જેમ કાળનો દંડ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *