Thursday, 2 January, 2025

Lanka Kand Doha 97

165 Views
Share :
Lanka Kand  							Doha 97

Lanka Kand Doha 97

165 Views

युद्ध का वर्णन
 
प्रभु छन महुँ माया सब काटी । जिमि रबि उएँ जाहिं तम फाटी ॥
रावनु एकु देखि सुर हरषे । फिरे सुमन बहु प्रभु पर बरषे ॥१॥
 
भुज उठाइ रघुपति कपि फेरे । फिरे एक एकन्ह तब टेरे ॥
प्रभु बलु पाइ भालु कपि धाए । तरल तमकि संजुग महि आए ॥२॥
 
अस्तुति करत देवतन्हि देखें । भयउँ एक मैं इन्ह के लेखें ॥
सठहु सदा तुम्ह मोर मरायल । अस कहि कोपि गगन पर धायल ॥३॥
 
हाहाकार करत सुर भागे । खलहु जाहु कहँ मोरें आगे ॥
देखि बिकल सुर अंगद धायो । कूदि चरन गहि भूमि गिरायो ॥४॥
 
(छंद)
गहि भूमि पार यो लात मार यो बालिसुत प्रभु पहिं गयो ।
संभारि उठि दसकंठ घोर कठोर रव गर्जत भयो ॥
करि दाप चाप चढ़ाइ दस संधानि सर बहु बरषई ।
किए सकल भट घायल भयाकुल देखि निज बल हरषई ॥
 
(दोहा)
तब रघुपति रावन के सीस भुजा सर चाप ।
काटे बहुत बढ़े पुनि जिमि तीरथ कर पाप ॥ ९७ ॥
 
યુદ્ધનું વર્ણન
 
(દોહરો)   
ક્ષણમાં માયાને સકળ કાપી પ્રભુએ એ,
સૂર્ય ઉદય પામી હણે જેમ ગાઢ તમને.
 
એક જ રાવણ દેખતાં હરખ્યા છેવટ દેવ,
પ્રભુ પર વરસાવી રહ્યા પુષ્પો સૌ સ્વયમેવ.
 
ભુજા ઉઠાવી રઘુવરે બોલાવ્યા કપિને,
વેગે આવ્યા એ બધા પામી પ્રભુબળને.
 
દેવોને દેખી કરી રાવણ રહ્યો વિચાર,
એક છું છતાં પામશે કોઈ ના મુજ પાર.
 
એક જ છું પર્યાપ્ત હું, તમે સદા મૃત છો,
એમ દોડતાં રોષથી રાવણ તરત વદ્યો.
 
હાહાકાર કરી બધા દેવ ભયે ભાગ્યા,
ત્યારે આપી અંગદે હિંમત ને આશા.
 
(છંદ)
લાત મારી અંગદે પકડી દશાનનને પ્રબળ,
ધરા પર પાડી, ગયો પ્રભુપાસ સંતોષે પ્રખર;
રાવણે ઊઠી ગરજતાં કરી શરવર્ષા વળી,
સર્વને ઘાયલ ભયાકુળ કરી હરખાયો ફરી.
 
(દોહરો)   
રામે રાવણનાં હણ્યાં શીશ ભુજા શર ચાપ,
છેદ્યાં તેમ વધ્યાં વળી જેમ તીર્થનાં પાપ

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *