Thursday, 2 January, 2025

Lanka Kand Doha 98

135 Views
Share :
Lanka Kand  							Doha 98

Lanka Kand Doha 98

135 Views

युद्ध का वर्णन
 
सिर भुज बाढ़ि देखि रिपु केरी । भालु कपिन्ह रिस भई घनेरी ॥
मरत न मूढ़ कटेउ भुज सीसा । धाए कोपि भालु भट कीसा ॥१॥
 
बालितनय मारुति नल नीला । बानरराज दुबिद बलसीला ॥
बिटप महीधर करहिं प्रहारा । सोइ गिरि तरु गहि कपिन्ह सो मारा ॥२॥
 
एक नखन्हि रिपु बपुष बिदारी । भागि चलहिं एक लातन्ह मारी ॥
तब नल नील सिरन्हि चढ़ि गयऊ । नखन्हि लिलार बिदारत भयऊ ॥३॥
 
रुधिर देखि बिषाद उर भारी । तिन्हहि धरन कहुँ भुजा पसारी ॥
गहे न जाहिं करन्हि पर फिरहीं । जनु जुग मधुप कमल बन चरहीं ॥४॥
 
कोपि कूदि द्वौ धरेसि बहोरी । महि पटकत भजे भुजा मरोरी ॥
पुनि सकोप दस धनु कर लीन्हे । सरन्हि मारि घायल कपि कीन्हे ॥५॥
 
हनुमदादि मुरुछित करि बंदर । पाइ प्रदोष हरष दसकंधर ॥
मुरुछित देखि सकल कपि बीरा । जामवंत धायउ रनधीरा ॥६॥
 
संग भालु भूधर तरु धारी । मारन लगे पचारि पचारी ॥
भयउ क्रुद्ध रावन बलवाना । गहि पद महि पटकइ भट नाना ॥७॥
 
देखि भालुपति निज दल घाता । कोपि माझ उर मारेसि लाता ॥८॥
 
(छंद)
उर लात घात प्रचंड लागत बिकल रथ ते महि परा ।
गहि भालु बीसहुँ कर मनहुँ कमलन्हि बसे निसि मधुकरा ॥
मुरुछित बिलोकि बहोरि पद हति भालुपति प्रभु पहिं गयौ ।
निसि जानि स्यंदन घालि तेहि तब सूत जतनु करत भयो ॥
 
(दोहा)
मुरुछा बिगत भालु कपि सब आए प्रभु पास ।
निसिचर सकल रावनहि घेरि रहे अति त्रास ॥ ९८ ॥
 
॥ मासपारायण, छब्बीसवाँ विश्राम ॥
 
યુદ્ધનું વર્ણન
 
(દોહરો)   
ભુજા શિર વધ્યાં દેખતાં કપિભાલુ થયા ક્રુદ્ધ,
ભુજા શિર કપાયા છતાં કેમ મરે ના મૂઢ ?
*
વાલિતનય મારુતિ નલ-નીલ, વાનરરાજ દ્વિવિદ બલશીલ,
કરી રહ્યા ગિરિ વિટપ પ્રહાર, માર્યો તેથી વળતો માર.
 
ચીરે એક નખે રિપુકાય, મારી લાત અન્ય કપિ જાય;
ચઢયા નીલ-નલ રાવણશીશ, ભાલ ચીરવા બની અધીર.
 
રુધિર દેખતાં થયો વિષાદ, આવ્યા શત્રુ પરંતુ ન હાથ;
કમળવને બે ભ્રમર ફરે એવું લાગ્યું દશ્ય રણે.
 
અંતે બંનેને પકડયા, પૃથ્વી પર કોપે પટકયા;
નાઠા મરડી એનો હાથ ત્યારે લીધાં ધનુ શરસાથ.
 
મારુતિસહ કપિ થયા અચેત, સંધ્યા સમય થયો ત્યાં છેક,
હરખાયો રાવણ રણધીર, જાંબવાન પણ દોડયો વીર.
 
સંગ ભાલુ ભૂધર તરુસાથ મારી રહ્યા નિશાચર નાથ,
બન્યો ક્રુદ્ધ રાવણ બળવાન, પટકયા કપિને હરવા પ્રાણ.
નિહાળતાં નિજ દળનો ઘાત મારી રાવણહૃદયે લાત.
 
(છંદ)
એ લાત મારી જાંબવાને વિકળ રાવણને કર્યો,
પાડયો ધરા પર રથથકી તોયે અસુર એ ના મર્યો;
મૂર્છિત નિહાળી લાત મારી જોરથી એને ફરી,
ત્યાં રાત પડતાં ગયો સારથિ રથમહીં અંતે લઈ.
 
(દોહરો)   
ભાન આવતાં ભાલુકપિ સૌ પહોંચ્યા પ્રભુપાસ;
રાક્ષસ રાવણને રહ્યા ઘેરી પામી ત્રાસ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *