Monday, 23 December, 2024

Lat Tari Latakati Na Raakh Lyrics in Gujarati

150 Views
Share :
Lat Tari Latakati Na Raakh Lyrics in Gujarati

Lat Tari Latakati Na Raakh Lyrics in Gujarati

150 Views

ગોંડી …
જાનુ …

એ લટ તારી લટકતી ના રાખ
એ લટ તારી લટકતી ના રાખ
દલ મારૂં વીંધી રે નાખશે

એ લટ તારી લટકતી ના રાખ
દલ  મારૂં વીંધી રે નાખશે
એ ગોંડી ઓમ નજરૂં ના નાખ 
ઘાયલ મારૂં દલ કરી નાખશે

હો ઓખોં અણિયારી …
ઓખોં અણિયારી મેષ ઓજી કાળી આંખમા
લટકો લાખેણો ને ચટકો તારી ચાલમા 
હાળવું ઓમ હલવાનું ના રાખ ગોંડી 
ગોંડી …

એ હાળવું ઓમ હલવાનું ના રાખ ગોંડી 
જીવ મારો જોખમમા નાખશે
એ લટ તારી લટકતી ના રાખ
દલ મારૂં …જીવ મારો ….દલ મારૂં વીંધી રે નાખશે

ઓ પોપણે પોણી જરે એકધારૂં તું જો જોવે 
પલકારો ના થાઈ ઓખ મારી તને જોવે 
એ પોપણે પોણી જરે એકધારૂં તું જો જોવે 
પલકારો ના થાઈ ઓખ મારી તને જોવે 

એ હળવેથી તું હસવાનું રાખ જાનુ 
એ હળવેથી તું હસવાનું રાખ
દિલના ધબકારા ભુલવી નાખશે 
એ લટ તારી લટકતી ના રાખ
ઘાયલ આ દલ મારૂં જીવ મારો જોખમમા નાખશે 

હો નખરો નશીલો ઉડીને વળગે ઓખ મા
ખબર સે મને તું બધું રાખે ધ્યાન મા 
હો …નખરો નશીલો ઉડીને વળગે ઓખ મા
ખબર સે મને તું બધું રાખે ધ્યાન મા 

એ નેણથી ઈશારો કરી નાખ 
એ નેણથી ઈશારો કરી નાખ
રાકેશ તારો હમજી રે જાશે 

હે લટ તારી લટકતી ના રાખ
દલ મારૂં વીંધી રે નાખશે
એ ગોંડી ઓમ નજરૂં ના નાખ 
ઘાયલ મારૂં દલ કરી નાખશે
એ  લટ તારી લટકતી ના રાખ
ઘાયલ આ દલ મારૂં જીવ મારો જોખમમા નાખશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *