લેને તારી લાકડી
By-Gujju23-05-2023
326 Views
લેને તારી લાકડી
By Gujju23-05-2023
326 Views
લેને તારી લાકડી રે,
લેને તારી કામલી,
ગાયો ચરાવવા નહિ જાઉં માવલડી … લેને.
માખણ તો બલભદ્રને ખાયો.
હમને પાયો ખાટી હો રે છાશલડી … લેને.
વૃંદાવનને મારગ જાતાં,
પાંવમેં ખૂંચે ઝીણી કાંકલડી … લેને.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમલ ચિત્ત રાખલડી રે … લેને.
– મીરાંબાઈ