Sunday, 22 December, 2024

Limboj Ma Ni Aarti Lyrics in Gujarati

157 Views
Share :
Limboj Ma Ni Aarti Lyrics in Gujarati

Limboj Ma Ni Aarti Lyrics in Gujarati

157 Views

ઝીણી ઝીણી ઝાલર વાગે
ઝીણી ઝીણી ઝાલર વાગે
ઘેરા ઘેરા નગરા વાગે
ઘેરા ઘેરા નગરા વાગે

તારા મંદિરીયાની માઇ
દેલમાલના દેવળ બેઠી
બેઠી તું બિરદાય

બેઠી પલોદરની માઇ
બેઠી લીંબોજ મારી માઇ
દેલમાલના દેવળ બેઠી
બેઠી તું બિરદાય
માં બેઠી તું બિરદાય

જળહળ દીવડા ઝબકે જાણે આભલીયાના તારા
મોર પપીહા કોયલ બોલે કરતી એ કિલકારા
હે તારા મંદિરીયાની માઇ
તારા મંદિરીયાની માઇ
માં મંદિરીયાની માઇ
દેલમાલના દેવળ બેઠી
બેઠી તું બિરદાય
બેઠી તું બિરદાય

હો બલરામજીનો ગર્વ ઉતારિયો બળનું બહુ અભિમાન
હો લખા જેઠીના સાપને આવી પ્રકટી તું પરમાણ
મુરત એવી તારી સોહે
મુરત એવી તારી સોહે
જાણે દ્વારિકા વાળો દેવ
દેલમાલના દેવળ બેઠી
બેઠી તું બિરદાય
બેઠી લીંબોજ મારી માઇ

ભોળા જન તારીભક્તિ કરતા  ભેળા ગોગાના રાખવાળા
હો જુગ જુનાણી દેવ તમારી આખે ઝરતી જ્વાળા
માં તું લાઝની રાખણહાર
માં તું લાઝની રાખણહાર
મારા કુળની તારણહાર
દેલમાલના દેવળ બેઠી
બેઠી તું બિરદાય  
બેઠી પલોદરની માઇ

હો મુર્તી તારી મંગલકારી આંખે અમૃત ઝરતી
હો વસ્તા ભગતની હારે માં તું વેળે વાતું કરતી
તારા છોરૂ ગુણલા ગાઈ
તારા કે દાન ગુણલા ગાઈ
તારા મંદિરીયાની માઇ
દેલમાલના દેવળ બેઠી
બેઠી તું બિરદાય  
બેઠી રાયસણની માઇ

ઝીણી ઝીણી ઝાલર વાગે
ઘેરા ઘેરા નગરા વાગે
તારા મંદિરીયાની માઇ

દેલમાલના દેવળ બેઠી
બેઠી તું બિરદાય  
બેઠી લીંબોજ મારી માઇ

બેઠી રાયસણની માઇ
બેઠી પલોદરની માઇ
દેલમાલના દેવળ બેઠી
બેઠી તું બિરદાય  
બેઠી લીંબોજ મારી માઇ
બેઠી લીંબોજ મારી માઇ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *