Sunday, 22 December, 2024

Ma Mogal Ni Maher Lyrics in Gujarati

149 Views
Share :
Ma Mogal Ni Maher Lyrics in Gujarati

Ma Mogal Ni Maher Lyrics in Gujarati

149 Views

હે જેની માથે થાય મોગલની મહેર
પછી એને કાયમ લીલા લહેર
હે દુઃખડા એના પળમાં દુર થઇ જાય
મોગલમાંના નામથી જો માયા બંધાય
હે જેની માથે થાય મોગલની મહેર
પછી એને કાયમ લીલા લહેર

હો ભગુડામાં બેઠી માંડી હાજરા હજુર છે
મચ્છરાળી મોગલનો મહિમા અપાર છે
હો ભગુડામાં બેઠી માંડી હાજરા હજુર છે
મચ્છરાળી મોગલનો મહિમા અપાર છે
ભેળીયા વાળી …
એ ભેળીયા વાળી સમરે દેતી હોંકારો
જગત આખું ભલેને દેતું જાકર
હે જેની માથે થાય મોગલની મહેર
પછી એને કાયમ લીલા લહેર

હો જેણે જેણે જાણી મોગલ એનો બેડો પાર છે
ડગલેને પગલે માં તું સાથે રહેનાર છે
હો જેણે જેણે જાણી માંડી એનો બેડો પાર છે
ડગલેને પગલે માં તું સાથે રહેનાર છે
ગુણલા માંના …
એ ગુણલા માંના ગાતા આવે નઈ પાર
આઈ તારા પરચા છે રે અપાર
હે જેની માથે થાય મોગલની મહેર
પછી એને કાયમ લીલા લહેર

હો વિપત વેળાયે મોગલ આવતી તું વહેલી
દીવાની દીવેટે મોગલ રહેતી તું ભેળી
હો વિપત વેળાયે મોગલ આવતી તું વહેલી
દીવાની દીવેટે મોગલ રહેતી તું ભેળી
મુકેશની …
એ મુકેશની અરજી સાંભળજો માંજી
છોરૂડાંને રાખજો રાજી રાજી
હે જેની માથે થાય મોગલની મહેર
પછી એને કાયમ લીલા લહેર

હે દુઃખડા એના પળમાં દુર થઇ જાય
મોગલમાંના નામથી માયા બંધાય
હે જેની માથે થાય મોગલની મહેર
પછી એને કાયમ લીલા લહેર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *