Sunday, 22 December, 2024

Ma No Garbo Lyrics in Gujarati

152 Views
Share :
Ma No Garbo   Lyrics in Gujarati

Ma No Garbo Lyrics in Gujarati

152 Views

હે મોગલ તું ખોડલ તું મઢડા વાળી સોનલ તું
હે મોગલ તું ખોડલ તું મઢડા વાળી સોનલ તું

હો માં તું મળી જીવનમાં બીજું મારે જોવે શું
હે માં તું મળી જીવનમાં બીજું મારે જોવે શું

હે માતા તું વિધાતા તું મારી જીવન દાતા તું
હો …મોગલ તું ખોડલ તું મઢડા વાળી સોનલ તું

હો હજારો સ્વરૂપને એક તારૂ નામ છે
જુદા જુદા ગામને જુદા જુદા ધામ છે

હો મનમાં ધારેલા પુરા કર્યા મારા કામ છે
મળ્યા આ જનમે માં લાખો પ્રણામ છે

હો તે આલ્યું રજવાડું એનું કરજો રખવાળું રે
તે આલ્યું રજવાડું એનું કરજો રખવાળું રે

હા આઈ તું માઇ તું દેવી રે દયાળી તું
હો …મોગલ તું ખોડલ તું મઢડા વાળી સોનલ તું

હો ઓરે ઓ ભગવતી ભેળીયા વાળી
ભેળી રેજે સદા માથે રાત હોઈ કાળી

હો ઝળહળતા દિવલડે માં તુજને ભાળી  
દયા કરજો કાયમ દેવી દયાળી

હો ચરણો ના ચોકમા સદા મને રાખજો
હો ચરણો ના ચોકમા સદા મને રાખજો

હા ભગુડાની  રાજપરા મઢડા વાળી માંડી તું
હો …મોગલ તું ખોડલ તું મઢડા વાળી સોનલ તું

હો અમને તો તારા નામનો વિશ્વાસ છે
એવું લાગે કે તું મારી આસપાસ છે

હો હરઘડી હરપળ તારી મને આશ છે
અંતરના ઓરડે તારો જ વાસ છે

હો હૃદયના ધબકારે માંડી જપું તારા જાપ રે
હૃદયના ધબકારે માંડી જપું તારા જાપ રે

હા રાજલ ધવલ વિનવે માં સંભાળ મારી વાત તું
હો …મોગલ તું ખોડલ તું મઢડા વાળી સોનલ તું
હો ભગુડા વાળી મોગલ તું
હે રાજપરાની ખોડલ તું
હો મઢડા વાળી સોનલ તું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *