મા સર્વેશ્વરી પ્રણામવંદના
By-Gujju01-05-2023
મા સર્વેશ્વરી પ્રણામવંદના
By Gujju01-05-2023
કપૂરા ‘મા’નું પ્રાગટ્ય ધામ, મા કપૂરેશ્વરી કરૂં પ્રણામ
યોગેશ્વરે આપ્યું છે નામ, મા સર્વેશ્વરી કરૂં પ્રણામ
યોગેશ્વર કાર્યો કરનાર, મા યોગેશ્વરી કરૂં પ્રણામ
વિશ્વનો ભાર વહન કરનાર, મા વિશ્વેશ્વરી કરૂં પ્રણામ (૪)
કૃષ્ણભક્ત મીરાં જેવા, મા કૃષ્ણેશ્વરી કરૂં પ્રણામ
રામ જેવાં કરે તું કામ, મા રામેશ્વરી કરૂં પ્રણામ
બ્રહ્મા બની સર્જન કરનાર, મા બ્રહ્મેશ્વરી કરૂં પ્રણામ
કાળ ઉપર શાસન કરનાર, મા કાલેશ્વરી કરૂં પ્રણામ (૮)
રામકૃષ્ણના હૃદયે સ્થાન, મા શારદેશ્વરી કરૂં પ્રણામ
ગંગા જેવું પાવન ધામ, મા ગંગેશ્વરી કરૂં પ્રણામ
વિવિધ વ્રતને તું વરનાર, મા વ્રતેશ્વરી કરૂં પ્રણામ
દુર્ગતિ સઘળી દૂર કરનાર, મા દુર્ગેશ્વરી કરૂં પ્રણામ (૧૨)
સુરવર કરે સદા સન્માન, મા સૂરેશ્વરી કરૂં પ્રણામ
સાધક હૃદયે તું વસનાર, મા હૃદયેશ્વરી કરૂં પ્રણામ
ધર્મનીતિ પાલન કરનાર, મા ધર્મેશ્વરી કરૂં પ્રણામ
પ્રેમનું મૂર્ત સ્વરૂપ સજનાર, મા પ્રેમેશ્વરી કરૂં પ્રણામ (૧૬)
રસેશ્વરરૂપે રાસ રમે, મા રસેશ્વરી કરૂં પ્રણામ
કઠિન તપસ્યા કરે મહાન, મા તપેશ્વરી કરૂં પ્રણામ
વજ્ર છતાંયે પુષ્પ સમાન, મા વજ્રેશ્વરી કરૂં પ્રણામ
અખંડ આનંદ તું ધરનાર, મા નંદેશ્વરી કરૂં પ્રણામ (૨૦)
શ્વાસે શ્વાસે તું વસનાર, મા શ્વાસેશ્વરી કરૂં પ્રણામ
પરમ પિતા પરમેશ્વર સમાન, મા પરમેશ્વરી કરૂં પ્રણામ
સર્વ સિદ્ધિ ને તું દેનાર, મા સિદ્ધેશ્વરી કરૂં પ્રણામ
રોમ રોમમાં તારૂં રાજ, મા રાજેશ્વરી કરૂં પ્રણામ (૨૪)
વ્રજમાં નિત વિહરનારી, મા વ્રજેશ્વરી કરૂં પ્રણામ
ત્રિતાપને બાળી દેનાર, મા સૂર્યેશ્વરી કરૂં પ્રણામ
મોક્ષ પામીએ લેતા નામ, મા મોક્ષેશ્વરી કરૂં પ્રણામ
સર્વ કાળે તું શુભ કરનાર, મા શુભેશ્વરી કરૂં પ્રણામ (૨૮)
સૌનું મંગલ તું કરનાર, મા મંગલેશ્વરી કરૂં પ્રણામ
સત્યપથે તું વાસ કરે, મા સત્યેશ્વરી કરૂં પ્રણામ
તારાં ચરણે સઘળાં તીર્થ, મા તીર્થેશ્વરી કરૂં પ્રણામ
દેવોને શક્તિ ધરનાર, મા દેવેશ્વરી કરૂં પ્રણામ (૩૨)
સકલધામમાં તું વસનાર, મા સકલેશ્વરી કરૂં પ્રણામ
કરૂણા મૂર્તિ માત મહાન, મા કરૂણેશ્વરી કરૂં પ્રણામ
ત્રણે ભુવનમાં તારો વાસ, મા ભુવનેશ્વરી કરૂં પ્રણામ
યમના બંધન તું હરનાર, મા યમુનેશ્વરી કરૂં પ્રણામ (૩૬)
ગુરૂ નામે કર્મો કરનાર, મા કર્મેશ્વરી કરૂં પ્રણામ
પ્રેમયોગનું દેતી દાન, મા દાનેશ્વરી કરૂં પ્રણામ
અજ્ઞાન તિમિર તું હરનાર, મા જ્ઞાનેશ્વરી કરૂં પ્રણામ
વરદ હસ્તને ધરનારી, મા વરદેશ્વરી કરૂં પ્રણામ (૪૦)
મોહ વાઘપર થઈ સવાર, મા વાઘેશ્વરી કરૂં પ્રણામ
સર્વ સ્થળે રક્ષા કરનાર, મા રક્ષેશ્વરી કરૂં પ્રણામ
યોગેશ્વરનું હૃદયે ધ્યાન, મા ધ્યાનેશ્વરી કરૂં પ્રણામ
મુક્તિના મોતી ચણનાર, મા મુક્તેશ્વરી કરૂં પ્રણામ (૪૪)
વ્હાલની વેણુ વગાડનાર, મા વ્હાલેશ્વરી કરૂં પ્રણામ
યોગેશ્વરના પ્રાણ સમાન, મા પ્રાણેશ્વરી કરૂં પ્રણામ
ભાવના તણો તું ભંડાર, મા ભાવેશ્વરી કરૂં પ્રણામ
અખિલ જગતમાં તારો વાસ, મા અખિલેશ્વરી કરૂં પ્રણામ (૪૮)
મધુરતાનું મંગલધામ, મા મધુરેશ્વરી કરૂં પ્રણામ
સ્મિતવદના તું સદા પ્રસન્ન, મા સ્મિતેશ્વરી કરૂં પ્રણામ
નારીરૂપે નારાયણી, મા નારેશ્વરી કરૂં પ્રણામ
અકળલીલા તું કરે અપાર, મા અંકલેશ્વરી કરૂં પ્રણામ (૫૨)
તારકમંત્રને તું દેનાર, મા તારકેશ્વરી કરૂં પ્રણામ
અનાથબાળને લેતી અંક, મા અંકેશ્વરી કરૂં પ્રણામ
દીન દુઃખિઓનાં દુઃખ લેનાર, મા દીનેશ્વરી કરૂં પ્રણામ
મધુરતાનું દેતી દાન, મા મધુરેશ્વરી કરૂં પ્રણામ (૫૬)
જન્મ સફળ કરનારી મા, મા જન્મેશ્વરી કરૂં પ્રણામ
માનવ મનને મુગ્ધ કરનાર, મા મુગ્ધેશ્વરી કરૂં પ્રણામ
સૌની ચિંતા તું કરનાર, મા ચિંતેશ્વરી કરૂં પ્રણામ
મૃદુતા તારી વરસે અપાર, મા મૃદુલેશ્વરી કરૂં પ્રણામ (૬૦)
સખા સ્વરૂપે સુખ ધરનાર, મા સખેશ્વરી કરૂં પ્રણામ
પૂર્ણપંથને તું ધરનાર, મા પૂર્ણેશ્વરી કરૂં પ્રણામ
જપતાં મટે જગત જંજાળ, મા જપેશ્વરી કરૂં પ્રણામ
અનુરાગના અર્ધ્ય લેનાર, મા રાગેશ્વરી કરૂં પ્રણામ (૬૪)
શુભ સંકલ્પને તું સજનાર, મા સંકલ્પેશ્વરી કરૂં પ્રણામ
ૐ ૐ ગર્જન કરનાર, મા પ્રણવેશ્વરી કરૂં પ્રણામ
કોકીલ કંઠે ગાતી ગાન, મા કંઠેશ્વરી કરૂં પ્રણામ
ચંચલ ચિત્તને તું હરનાર, મા ચિત્તેશ્વરી કરૂં પ્રણામ (૬૮)
સર્વ ક્ષેત્રે દક્ષતા મહાન, મા દક્ષેશ્વરી કરૂં પ્રણામ
વેદશાસ્ત્રનો જેમાં સાર, મા વેદેશ્વરી કરૂં પ્રણામ
વિના અન્ન શક્તિ ધરનાર, મા અન્નેશ્વરી કરૂં પ્રણામ
મન કર્મ વચને શુદ્ધ છે જે, મા શુદ્ધેશ્વરી કરૂં પ્રણામ (૭૨)
વિરોધીનું કરતી કલ્યાણ, મા ભદ્રેશ્વરી કરૂં પ્રણામ
વિવિધ રૂપે લીલા કરનાર, મા લીલેશ્વરી કરૂં પ્રણામ
દક્ષિણેશ્વરે કરે છે વાસ, મા દક્ષિણેશ્વરી કરૂં પ્રણામ
ગુરૂ કૃપાને તું ધરનાર, મા કૃપેશ્વરી કરૂં પ્રણામ (૭૬)
નામ જ તારૂં મંત્ર મહાન, મા મંત્રેશ્વરી કરૂં પ્રણામ
યુક્તિથી જીવન જીવનાર, મા યુક્તેશ્વરી કરૂં પ્રણામ
વ્રત જપે ના કદી ડગનાર, મા અચ્યુતેશ્વરી કરૂં પ્રણામ
મીરાં ગોપી જેવી પ્રીત, મા પ્રીતેશ્વરી કરૂં પ્રણામ (૮૦)
કીર્તન ભક્તિમા તું છે પ્રવીણ, મા કીર્તનેશ્વરી કરૂં પ્રણામ
અજરઅમર છે તારૂં સ્થાન, મા નિત્યેશ્વરી કરૂં પ્રણામ
સાધના તારી ઋષિ સમાન, મા ઋષેશ્વરી કરૂં પ્રણામ
વિષમય જીવન સુધા કરનાર, મા સુધેશ્વરી કરૂં પ્રણામ (૮૪)
નિર્જળ વ્રતથી તું જીવનાર, મા નિર્જળેશ્વરી કરૂં પ્રણામ
જીવન નટ બની તું રમનાર, મા નટેશ્વરી કરૂં પ્રણામ
ફળને ફના કરી દેનાર, મા ફલેશ્વરી કરૂં પ્રણામ
શ્વેત વસ્ત્ર જીવને ધરનાર, મા શ્વેતેશ્વરી કરૂં પ્રણામ (૮૮)
વ્રત તપથી કૃશ તન કરનાર, મા કૃશેશ્વરી કરૂં પ્રણામ
માયા ચક્રે પ્રબુદ્ધ કરનાર, મા બુદ્ધેશ્વરી કરૂં પ્રણામ
શુભ સઘળું સદા દેનાર, મા દત્તેશ્વરી કરૂં પ્રણામ
સાધનાનું અમૃત પાનાર, મા અમૃતેશ્વરી કરૂં પ્રણામ (૯૨)
ગુરૂભક્તિ યજ્ઞ સ્વરૂપ, મા યજ્ઞેશ્વરી કરૂં પ્રણામ
કામ ક્રોધ ખંડન કરનાર ,મા ખંડનેશ્વરી કરૂં પ્રણામ
મૂળ માર્ગે મંડન કરનાર, મા મંડનેશ્વરી કરૂં પ્રણામ
ધીરજના તું દેતી દાન, મા ધૈર્યેશ્વરી કરૂં પ્રણામ (૯૬)
સકલ જગતની મૂલાધાર, મા મૂલેશ્વરી કરૂં પ્રણામ
યોગેશ્વરને જીવન ધરનાર, મા અર્પણેશ્વરી કરૂં પ્રણામ
સૌમ્યની તું મૂર્તિ સાક્ષાત્, મા સૌમ્યેશ્વરી કરૂં પ્રણામ
પૂજાપાત્ર જેનું જીવન, મા પૂજેશ્વરી કરૂં પ્રણામ (૧૦૦)
સર્વ ક્ષણે ક્ષેમ કરનાર, મા ક્ષેમેશ્વરી કરૂં પ્રણામ
ગુરૂ શ્રદ્ધાથી તું ટકનાર, મા શ્રદ્ધેશ્વરી કરૂં પ્રણામ
વિધ્નોને તું વળાવનાર, મા વિધ્નેશ્વરી કરૂં પ્રણામ
સૌના માટે હૃદય વિશાલ, મા વિશાલેશ્વરી કરૂં પ્રણામ (૧૦૪)
યોગેશ્વર રૂપે ક્રીડા કરનાર, મા ક્રીડેશ્વરી કરૂં પ્રણામ
ચંદ્ર જેવી છે શીતળ છાંય, મા ચંદ્રેશ્વરી કરૂં પ્રણામ
ગોપનીય તું સર્વ પ્રકાર, મા ગોપેશ્વરી કરૂં પ્રણામ
હર ક્ષણે તું સુખ ધરનાર, મા સુખેશ્વરી કરૂં પ્રણામ (૧૦૮)
હર ક્ષણે હરસુખ કરે પ્રણામ, મા સર્વેશ્વરી કરૂં પ્રણામ
નામતણા મધુરા ગાને, ભવ બંધન ના લેશ નડે
સુખ શાંતિ સંતોષ મળે, શીતળ છાંયે તેજ ફરે
તારક છે તારાં સૌ નામ, સુખ શાંતિના એ તો ધામ
એકસો આઠ તણી આ માળ, આપે તારી સાચી ભાળ
હરસુખ એવી આશ ધરે, ભવસાગરથી સહેજે તરે
ૐ મા જય મા જય જય મા ૐ મા જય મા જય જય મા.
ૐ મા જય મા જય જય મા ૐ મા જય મા જય જય મા.
– શ્રી હરસુખભાઇ પંડ્યા, રાજકોટ