Sunday, 22 December, 2024

Maa Machhrali Mogal Madi Lyrics in Gujarati

249 Views
Share :
Maa Machhrali Mogal Madi Lyrics in Gujarati

Maa Machhrali Mogal Madi Lyrics in Gujarati

249 Views

માં મચ્છરાળી મોગલ માંડી
દેવી દયાળી તું ડાઢાળી
હા માં મચ્છરાળી મોગલ માંડી
દેવી દયાળી તું ડાઢાળી
ભાવે ભજ્યા તને ભેળીયા વાળી હે માં
ભાવે ભજ્યા તને ભેળીયા વાળી
રાખજે લાજું હે લાજાળી
માં મચ્છરાળી મોગલ માંડી
દેવી દયાળી તું ડાઢાળી

માં મચ્છરાળી મોગલ માંડી
દેવી દયાળી તું ડાઢાળી
ભાવે ભજું તને ભેળીયા વાળી હે માં
ભાવે ભજું તને ભેળીયા વાળી
રાખજે લાજું હે લાજાળી
મારી રાખજે લાજું હે લાજાળી

વહમી વેળા કાઈ સુજે નઈ બેઠા થઈને બાપડા
કોણ અમારૂ કોણ ઉગારે કોઈ નથી હવે આપણા
એ વહમી વેળા કાઈ સુજે નઈ બેઠા થઈને બાપડા
કોણ અમારૂ કોણ ઉગારે કોઈ નથી હવે આપણા
ધાબળી લઈને ધોડતી આવે
ધાબળી લઈને ધોડતી આવે
હા હોંકારા કરતી આવે
ભાવે ભજ્યા તને ભેળીયા વાળી હે માં
ભાવે ભજ્યા તને ભેળીયા વાળી
રાખજે લાજું હે લાજાળી
હવે રાખજે લાજું હે લાજાળી

હે વાંજયા મેણાં વહમી વાતું જગત મેણાં મારતું
વાલા જે દી વાંજયા કહેતા કાળજે કરવત હાલતું
એ વાંજયા મેણાં વહમી વાતું જગત મેણાં મારતું
વાલા જે દી વાંજયા કહેતા કાળજે કરવત હાલતું
દૂધ પુતરને દીકરા દેતી
દૂધ પુતરને દીકરા દેતી
રાજી થઈને રાજી રેતી
ભાવે ભજ્યા તને ભેળીયા વાળી હે માં
ભાવે ભજ્યા તને ભેળીયા વાળી
રાખજે લાજું હે લાજાળી
મારી  રાખજે લાજું હે લાજાળી

કે દાન કે હું કાય ના માંગુ ભેળે રેજે ભગવતી
અરજ કરૂં એટલી માંડી મોગલ તું ધીંગો ધણી
આજ કે દાન કે હું કાય ના માંગુ ભેળે રેજે ભગવતી
અરજ કરૂં એટલી માંડી મોગલ તું ધીંગો ધણી
ખરા ટાણે ખબરૂ લેજે
ખરા ટાણે ખબરૂ લેજે
અટકે આવી ઉભી રેજે
ભાવે ભજ્યા તને ભેળીયા વાળી હે માં
ભાવે ભજ્યા તને ભેળીયા વાળી
રાખજે લાજું હે લાજાળી

માં મચ્છરાળી મોગલ માંડી
દેવી દયાળી તું ડાઢાળી
ભાવે ભજું તને ભેળીયા વાળી હે માં
ભાવે ભજું તને ભેળીયા વાળી
રાખજે લાજું હે લાજાળી
મારી રાખજે લાજું હે લાજાળી
હવે રાખજે લાજું હે લાજાળી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *