Monday, 23 December, 2024

Maa Mari Daya No Dariyo Lyrics in Gujarati

258 Views
Share :
Maa Mari Daya No Dariyo Lyrics in Gujarati

Maa Mari Daya No Dariyo Lyrics in Gujarati

258 Views

હો સધી છે મારી દયાનો દરિયો
હો સધી છે મારી દયાનો દરિયો
સધી છે મારી દયાનો દરિયો
ભવસાગર માંયે ભાવથી ભરીયો

હો ઝેરડગોમે બેહણાં તારા ઉગમણા મઢડા
ઝેરડ ગોમે બેહણાં તારા ઉગમણા મઢડા
ભવસાગર માંયે ભાવથી ભરીયો

હો રીજે તો આપે રાજ ખીજે તો વાળે દાટ
સધી છે માંને બાપ જોડી દે માંને હાથ
ઓ રાખે અખંડ તારા રજવાડા આજ
રાખે અખંડ તારા રજવાડા આજ
માંડી ના સધી હોઈ રાખવાળા રાજ

ઓ સધી છે મારી દયાનો દરિયો
સધી છે મારી દયાનો દરિયો
ભવસાગર માંયે ભાવથી રે ભરીયો
ઝેરડાવાળી ભવસાગર માંયે ભાવથી રે ભરીયો

હો મારા માથે છે દુઃખ અપાર
સંભાળજે માંડી મારો પોકાર
એ ભવના મેણાં માંડી મારી સધી તું ભાંગજે
અટકેલા ઉકેલજેને ટહુકે વહેલી આવજે

મારી માતા છે જબરી જોરાળી
મારી વાત એણે કાનોકાન સાંભળી
જોરાળીના ઝપટે જે કોઈ પડે
જોરાળીના ઝપટે નજરે ચડે
રાતા પોણીયે એતો લ્યા બેઠો રડે

ઓ સધી છે મારી દયાનો દરિયો
સધી છે મારી દયાનો દરિયો
ભવસાગર માંયે ભાવથી રે ભરીયો
ઝેરડવાળી ભવસાગર ભાવથી તે રે ભરીયો

હો કાળા કળજુગમાં હાજર દેવ છે
પરચા પુરવાની મારી સાધીને ટેવ છે
હો રાહુલ ભુવાની સિંહણ કેવાય છે
ઝેરડા ગામની સરકાર કેવાય છે

ઓ જુના ઘેરથી માંને નવા ઘેર લાવજો
મારી સધીને ફૂલડે વધાવજો
ઓ કુંવાસીના ઓતીડાંની વાત જાણી માં
શૈલેષભાઇના આંગણે જુલે પારણા
મારી દેવી ભાવનો રે દરિયો

એ સધી છે મારી દયાનો દરિયો
સધી ઝેરડા વાળી દયાનો દરિયો
ભવસાગર માંયે ભાવથી ભરીયો
ઓ ભવસાગર દેવીએ ભાવથી ભરીયો

હો મારી જનેતાને સંદેશો કહેજો
આવા કળિયુગમાં મારી ભેળા રે રહેજો
ઓ દેશ પરદેશમાં સધી ઓળખાણ કરાઈ
એ દાડેથી તું ઘેરમાં આઈ

ઓ ઉપર છે આકાશને નીચે છે ધરતી
તારા વગર મારી નાવ નથી તરતી
ઓ જેરામની કલમે ગીત રે લખાઈ
ગમન દીપો સુરે ધવલ કાપડિયા ગવાય
ભવસાગરથી માં ભાવથી ભરીયો
એ રાતને દાડો માંડી તને કગળું
દુઃખની વેળાએ માં જાણે બાવડું
મારી સધી તું ભાવનો દરિયો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *