Saturday, 16 November, 2024

Maa Maro Sona Rupano Bajathiyo Lyrics in Gujarati

123 Views
Share :
Maa Maro Sona Rupano Bajathiyo Lyrics in Gujarati

Maa Maro Sona Rupano Bajathiyo Lyrics in Gujarati

123 Views

ઢોલીડાનો ઢોલ વાગે માંના રે ચોકમાં
નાદ રે સંભળાય આજે જુવો આ ચોકમાં

હે ઢોલના ધણકે શરણાયું રણકે
ચારે દિશાએ જળહળ માંના દીવડા પગટ્યાં છે
હે મોતિયોના હારથી શણગારો માંતને
મહેકે ફૂલડાં માનવીઓના મનડાં મલકે છે

હે મેડિયે મેલ્યો સોનાનો બાજોઠીયો
મેડિયે મેલ્યો સોનાનો બાજોઠીયો
હે માં મારો સોના રૂપાનો બાજોઠીયો
માં મારો સોના રૂપાનો બાજોઠીયો

હે ચાંદલીયા રે ચોકમાં બાંધ્યાં ચંદરવા
તારલાના તેજમાં રમવા આવ્યા માં
ચાંદલીયા રે ચોકમાં બાંધ્યાં ચંદરવા
તારલાના તેજમાં રમવા આવ્યા માં

હે ચોકમાં મેલ્યો સોનાનો બાજોઠીયો
ચોકમાં મેલ્યો સોનાનો બાજોઠીયો
હે માં મારો સોના રૂપાનો બાજોઠીયો

હે બાંધ્યા રે માંડવા દિલ માંડ્યા ડોલવા
હેત રે આવ્યા આજ માને માનાવવા
હે નવલી આ રાતના નોરતા રે આયા
અંબાના ખોળે આજ ગરબા રે ગાવા

હે અબીલ ગુલાલથી રંગાયો ચોક છે
માંના દર્શનનો મીઠો લેવો લાવો છે
વંદન હજાર છે આરાસુરી માતને
ગરબે રે રમવાનો રૂડો દાડો આવ્યો છે

હે મેડિયે સોનાનો બાજોઠીયો
ચોકમાં મેલ્યો સોનાનો બાજોઠીયો
હે માં મારો સોના રૂપાનો બાજોઠીયો
માં મારો સોના રૂપાનો બાજોઠીયો

હો રૂમઝુમ પગલે અંબે માં આવ્યા
ચોછઠ જોગણીયોને હારે માં લાવ્યા
હો ઉષ્મા આંનદ છાંયો અવસર માડીનો આયો
તાળીયોના તાલે આજે ભક્તિનો સુર રેલાયો

હે રમઝટ રાસની જામી મધરાતની
સરખી રે સૈયરની હારે ગરબો જામ્યો રે
હે ધરતી રે ધ્રૂજતી રંગચોળ ઊડતી
અંબર માંથી દેવો આજે જોવા ઉમટ્યા રે

હે ચોકમાં મેલ્યો સોનાનો બાજોઠીયો
ચોકમાં મેલ્યો સોનાનો બાજોઠીયો
હે માં મારો સોના રૂપાનો બાજોઠીયો
હે માં મારો સોના રૂપાનો બાજોઠીયો
હે મેડિયે સોનાનો બાજોઠીયો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *