Maa Mogal Taro Vishwas Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Maa Mogal Taro Vishwas Lyrics in Gujarati
By Gujju01-06-2023
હા મોગલ હા
માં મોગલ માં
તું મોગલ માં
મચ્છરાળી માં
હો માં મચ્છરાળી મોગલ તારો વિશ્વાસ છે
હા માં મચ્છરાળી મોગલ તારો વિશ્વાસ છે
હો ભેળીયાવાળી માંડી તારો ઉપકાર છે
તારો વિશ્વાસ મને તારો આધાર છે
તારો વિશ્વાસ મને તારો આધાર છે
હો માં મચ્છરાળી મોગલ તારો વિશ્વાસ છે
ભગુડાવાળી મોગલ તારો આધાર છે
માં મચ્છરાળી મોગલ તારો વિશ્વાસ છે
હતો રે ભરોસો એ દગો જોને દઈ ગયા
તોડી વિશ્વાસ એ તો લુંટીને લઈ ગયા
હતો રે ભરોસો એ દગો જોને દઈ ગયા
તોડી વિશ્વાસ એ તો લુંટીને લઈ ગયા
ભરોસો ભગવાન એવી વાત બહુ થાય છે
વિપતની વાદળીયું ઝપટું દેતી જાય છે
હા માં મચ્છરાળી મોગલ તારો વિશ્વાસ છે
માં મચ્છરાળી મોગલ તારો આધાર છે
હો ભેળીયાવાળી માંડી તારો ઉપકાર છે
દો રંગી દુનિયાના રંગ તો જુદા જુદા
વાલા પણ વેરી થયા જીવન ઝેર થઈ ગયા
દો રંગી દુનિયાના રંગ તો જુદા જુદા
વાલા પણ વેરી થયા જીવન ઝેર થઈ ગયા
કોને જઈ કહેવી વાત કોણ હવે સાંભળે
મનની વાતો હું જાણું જગ અને શું જાણશે
હો માં મચ્છરાળી મોગલ તારો વિશ્વાસ છે
માં મચ્છરાળી મોગલ તારો આધાર છે
માં મોગલ માંડી તારો વિશ્વાસ છે
લાજું રાખે લાજાળી દેવી તો દયાળ છે
બુડતા બચાવે માં મોગલ મહેરબાન છે
લાજું રાખે લાજાળી દેવી તો દયાળ છે
બુડતા બચાવે માં મોગલ મહેરબાન છે
સમયને સુધારવા માં પોગે પળવારમાં
કવિ કે દાન કે માં આવે ઉગારવા
હા માં મચ્છરાળી મોગલ તારો વિશ્વાસ છે
માં મચ્છરાળી મોગલ તારો આધાર છે
હો ભેળીયાવાળી માંડી તારો ઉપકાર છે
ભગુડાવાળી મોગલ તારો આધાર છે
માં મોગલ મને તારો વિશ્વાસ છે