Wednesday, 15 January, 2025

Maa Ni Monta Lyrics in Gujarati

166 Views
Share :
Maa Ni Monta Lyrics in Gujarati

Maa Ni Monta Lyrics in Gujarati

166 Views

તારા રવિવાર ભરવા હું આવું મારી માતા
તારા રવિવાર ભરવા હું આવું મારી માતા
તારા મંગળવાર ભરવા હું આવું મારી માતા
હો માનેલી મેં બાધા આજ પુરી તે કરી છે
માનેલી મેં બાધા આજ પુરી તે કરી છે
હો તારા દર્શન કરવા હું આવું મારી માતા
હો તારી મોનતાઓ કરવા હું આવું મારી માતા

હો સવાર ઉઠીને ફોટો તારો જોવું છું
પેલા તારું નામ લઇ બીજા કામ કરું છું
હો સુખમાં ને દુઃખમાં યાદ તને કરું છું
ઉઠતા ને બેહ્તા જાપ તારા જપું છું
ઉઠતા ને બેહ્તા જાપ તારા જપું છું

હો તારી પૂનમ ભરવા હું આવું મારી માતા
હો માનેલી મેં બાધા આજ પુરી તે કરી છે
માનેલી મેં બાધા આજ પુરી તે કરી છે
હો તારા રવિવાર ભરવા હું આવું મારી માતા
તારા મંગળવાર ભરવા હું આવું મારી માતા

હો પગપાળા ચાલીને ધામ તારા આવું છું
લાલ લાલ ચુંદડીને લાલ ધજા લાવું છું
હો ડગલે ને પગલે નમન કરું છું
માં ને બાપ માડી તને મારા માનું છું
માં ને બાપ માડી તને મારા માનું છું

હો તારી આથમ ભરવા હું આવું મારી માતા
હો માનેલી મેં બાધા આજ પુરી તે કરી છે
માનેલી મેં બાધા આજ પુરી તે કરી છે
હો તારા રવિવાર ભરવા હું આવું મારી માતા
તારા મંગળવાર ભરવા હું આવું મારી માતા

હો શ્રીફળ વધેર્યું છે સુખડી ધરાવી છે
ચોખા ને લાપસીનાં નિવેદ ધરાવ્યા છે
હો તું રખવાળી છે શાની મને બીક છે
વડીયારી રાજ તારા ગુણલા રે ગાય છે
વડીયારી રાજ તારા ગુણલા રે ગાય છે

હો તારા દીવાને કરવા હું આવું મારી માતા
તને ચોખલિયે વધાવા હું આવું મારી માતા
માનેલી મેં બાધા આજ પુરી તે કરી છે
માનેલી મેં બાધા આજ પુરી તે કરી છે

હો તારા દર્શન કરવા હું આવું મારી માતા
તારા નિવેદ કરવા હું આવું મારી માતા
તારી મોનતા રે કરવા હું આવું મારી માતા
તારા પાયે રે પડવા હું આવું મારી માતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *