Maadi Tara Mandiriya Maa Lyrics in Gujarati
By-Gujju28-04-2023
306 Views
Maadi Tara Mandiriya Maa Lyrics in Gujarati
By Gujju28-04-2023
306 Views
માડી તારા મંદિરીયામાં ઘંટરવ ગાજે,
ઉંચા-ઉંચા ડુંગરિયામાં માડી તું બીરાજે,
જગદંબે… બોલો અંબે,
જગદંબે… બોલો અંબે,
બોલો અંબે
લાલ ચટક ચુંદડી સોહે સાવજ અસવારી,
તેજ ભરીયું મુખડું જોઈ જાવ વારી-વારી,
ચાચર ચોકે ઉતરિયા માડી ગરબે રમવા આજે,
જગદંબે… બોલો અંબે,
જગદંબે… બોલો અંબે,
બોલો અંબે
માડી તારા રૂપ ઘણા નામ તો હજાર છે,
જગમાં તારો મહિમા મોટો તું તો તારણહાર છે,
ભીડ ભાંગી ભક્તોકેરી આશિષ દેતી જાજે,
જગદંબે… બોલો અંબે,
જગદંબે… બોલો અંબે,
બોલો અંબે