Sunday, 22 December, 2024

મહા શિવરાત્રિ

155 Views
Share :
મહા શિવરાત્રિ

મહા શિવરાત્રિ

155 Views

દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે તેમજ લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહાવદ ચૌદસ નો દિવસ એટલે મહાશિવરાત્રિ દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.આવી ભારત માં માનીતા છે.

સમુદ્રમંથન ની કથા સાથે ની વાત…કથા અનુસાર સમુદ્રમંથન સમયે સૌ પ્રથમ જ્યારે વિશ ઉત્પન્ન થયું ત્યારે દેવો કે દાનવો કોઈ તેનો સ્વિકાર કરવા માટે તૈયાર ના થયા, કેમકે આ વિશ એટલું ખતરનાક હતું કે જો તે પૃથ્વી પર પડે તો સમગ્ર પૃથ્વીનો નાશ કરી દે. જ્યારે તે વિશનું શું કરવું તેવો પ્રશ્ન દેવોએ વિષ્ણુને પુછ્યો ત્યારે વિષ્ણુએ કહ્યું કે તેઓ શિવનો સંપર્ક કરે અને શિવજીનો સંપર્ક કરતા તેમણે જીવમાત્ર તરફના રક્ષણ ને કારણે તે વિશ પી લીધું. આ ઘટના સાથે શિવરાત્રિને જોડવામાં આવે છે.આમ ભગવાન શિવ આપણાં દેવાધિ દેવ છે.

પ્રલય અંગેની એવિજ વાર છે…… એક કથા અનુસાર એક વખત સંસારના પ્રલય નો ભય તોળાઇ રહ્યો હતો, ત્યારે પાર્વતીએ તેના પતિ શિવની પૂજા કરી અને તેમને જીવમાત્ર પર કૃપા કરી તેમનું રક્ષણ કરવા પ્રાર્થના કરી. શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે જે જીવ મહા મહિનાની વદ ચૌદસને દિવસે તેમનું પૂજન અને ધ્યાન કરશે તેમને તે પ્રલય સમયે ઉગારશે. આમ, મહા શિવરાત્રિનું મહત્વ અનેરૂ છે. આમ મહા શિવરાત્રીનું મહત્વ આપણી પૌરાણિક કથા માં અલગ અલગ બતાવેલ છે.

બીજી વાર્તા મુજબ શિવની પ્રિય રાત્રિ…. ભગવાન શિવજીએ જયારે સૃષ્ટિનું સર્જન કાર્ય પૂર્ણ થતાં એક વખત પાર્વતીએ શિવને પુછ્યં કે તેમનો પ્રિય દિવસ કયો છે, ત્યારે શિવજીએ કહ્યું કે મહા વદ તેરસ, અને શિવની આ પસંદની જાણ પાર્વતીએ તેમના સહિયારો અને અન્ય દેવતાઓને કરી અને કાળક્રમે મનુષ્યોને પણ તેની જાણ થઇ.ત્યાર બાદ લોકો શિવ ની આ પસંદ રાત્રિ “શિવરાત્રિ’ તરીકે ઊજવતાં થયા. આમ આવી પણ એક પૌરાણિક માન્યતા છે.

બીજી એક શિવની આરામની રાત્રિની વાત…. એક કથા મુજબ શિવરાત્રિ એ સમય છે જ્યારે ભગવાન શંકર આરામ કરે છે. શિવજી રાત્રિનાં એક પ્રહર (ત્રણ કલાક)ના ગાળા માટે આરામ કરે છે, આ એક પ્રહરને મૂળ શિવરાત્રિ ગણવામાં આવે છેજ્યારે શિવ આરામ કરે છે ત્યારે શિવ તત્વ શાંત થઇ જાય છે, એટલેકે ભગવાન ધ્યાનાવસ્થામાં ગરકાવ થઇ જાય છે. શિવનો આ ધ્યાનાવસ્થાનો સમય એવો સમય છે જ્યારે શિવ પોતાની આધ્યાત્મિક ક્રિયા કરે છે. અને આ સમયગાળા દરમ્યાન શિવતત્વ કોઇ તમોગુણનો સ્વિકાર કરતા નથી, અને નથી તો વિશ્વમાંથી આવતું કોઇ જેર (સમુદ્રમંથન દરમ્યાન નીકળતું વિષ) પિતા. આથી આવી નકારાત્મક શક્તિઓનું પ્રમાણ તે સમયે વધી જાય છે અને તેના પ્રતિકાર માટે બીલીપત્ર અને ધતુરાનાં પુષ્પ તેમજ રૂદ્રાક્ષ, વગેરે પદાર્થો શિવને અર્પણ કરવામાં આવે છે. આમ શિવજીને બિલી પત્રક અને ધતૂરો ચડાવવામાં આવે છે.

આપણા વેદોમાં ત્રણ મહાન રાત્રિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ૐ નમ: શિવાય

  • કાળરાત્રિ જે કાળી ચૌદસને નામે ઓળખાય છે.
  • મોહ રાત્રિ જે જન્માષ્ટમીની રાત્રિ તરીકે ઓળખાય છે.
  • મહારાત્રિ જે મહાશિવરાત્રિ તરીકે ઓળખાય છે.

સૌરાષ્ટ્ર ની પાવન ભૂમિ જેને માનવમાં આવે જુનાગઢ ની ભૂમિ પર ભવનાથ ની જગ્યા માં દેવાધિ દેવ મહાદેવ,( શિવ શંકર) નો મહા શિવરાત્રિ નો ભવ્ય મેળો ભરાય છે. જેમાં ગિરનાર તળેટી ની જગ્યા માં જનમેદની ઉમટી પડે છે.

ભવનાથ ની તળેટી ના શિવરાત્રિ ના મેળા નું વર્ણન
અહીં પ્રસિધ્ધ ભવનાથ મહાદેવનું મંદિર, મૃગીકુંડ તથા અનેક પુરાણ પ્રસિધ્ધ મંદિરો મહાશિવરાત્રીનો મેળો તથા ગિરનારની લીલી પરિક્રમા એ અહીં યોજાતા બે મોટા ઉત્સવો છે.આ મેળા માં યાત્રિકોને માટે રહેવા-જમવાની સુવિધાઓ પુરી પાડે છે. આમ અહીના મેળાની થોડીવાતો અહિયાં કરીયે..

શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ.જે મહાશિવરાત્રિ તરીકે ઓળખાય છે. ગિરનારની ગોદમાં શિવરાત્રિ નાં દિવસે ભરાતો ભવનાથનો મેળો અલખના આરાધકોનુ મિલન સ્થળ ગણાય છી. જયાં ભારત ભરનાં સાધુ સંતો ભેગા થાય છે. જે ભારતમાં કુંભના મેળા પછી બીજુ સ્થાન મેળવે છે. આવા ભવનાથનાં મેળાનું મુખ્ય આકર્ષણ શિવરાત્રિનાં રોજ રાત્રે ૯ વાગ્યેથી નાગાબાવાઓનું સરઘસ છે.આ રવેડી અલગ અલગ જગ્યાએથી આવેલા સાધુ-સંતો પોતપોતાના રસાલા, ધર્મધજા અને ધર્મદંડ સાથે પોતાના ચેલા સાથે નીકળે છે. જેમાં નાગાબાવાઓના ભાલા, તલવાર તથા પટાબાજીનાં ખેલ અને લાઠીનાં હેરતભર્યા પ્રયોગો જોવા લોકો ઉમટી પડે છે.આ સરઘસ ફરતુ ફરતુ છેલ્લે ભવનાથ મંદીરનાં બીજે દરવાજેથી બાજુમાં આવેલ મૃગીકુંડ પાસે આવે છે. ત્યાર બાદ નાગાબાવાઓ અન્ય સાધુ-સંતો અને મહંતો આ મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે. જેમ કુંભના મેળામાં શાહી સ્નાનનું મહત્વ છે તેમ આ ભવનાથનાં મેળામાં મૃગીકુંડમાં સ્નાનનું મહત્વ ખુબ જ છે. કહેવાય છેકે આ કુંડમાં નહાવા પડેલ અમુક સાધુઓ બહાર આવતા નથી અને ત્યાથી જ અદ્રશ્ય થાય છે. આવી એક લોકવાયકા છે.

દેવા ધી દેવ ભગવાન શિવ ની પૂજા બિલીપત્ર,શુદ્ધ જળ અને ફૂલ થી કરવામાં આવે છે. જો ભગવાન શિવ ની આ પૂજા પૂરે પૂરો વિશ્વાસ રાખી ને કરવામાં આવે તો ભગવાન અવસ્ય્ય તેના પર કૃપા કરે છે,અને તેમની દરેક મનો કામનાઓ પણ પૂરી કરે છે. શંહાર નું પ્રતિક ત્રિશુલ અને સંગીત માટેનું પ્રતિક ડમરું સાથે રાખનાર આ એક જ દેવ હતા . તેમજ લોક કલ્યાણ ખાતર વિષ પીનારા શિવજી(ભોલે) મહાદેવ કેવાયા. શંકર એટલે ” શુભં કરોતી ઇતિ શંકર” એટલે ક જે કલ્યાણ કરે એ શિવ.હિંદુ ધર્મ શસ્ત્રો માં શિવ(શંકર) ને ગુણાતીત પણ કહેવામા આવે છે.એટલે ક શિવ અગણિત ગુણ અને શક્તિ ઓ ના સ્વામિ છે. આમ ઘણી લોકવાહિકા ને આધારે શિવ જી જ બધા દેવો માં શ્રેષ્ઠ હોવાનું માનવમાં આવે છે॰ તેમજ દેવાધી દેવ ભગવાન શિવ માટે એક અનોખુ એવું ” ભોલે ભંડારી ” નામ પણ પ્રયોજવામાં આવ્યું છે. આમ ભગવાન શિવ માટે ઘણા અલગ અલગ નામ પ્ર્યોજવામાં આવ્યા છે.

ઉત્તમ માસ શ્રાવણ

દેવા ધી દેવ ભગવાન શિવ ની પૂજા માટે શિવરાત્રિ શિવાય શ્રાવણ માસ નું પણ અનેરું મહત્વ છે.પૌરાણિક કથા ઓ અનુસાર શ્રવણ મહિના ના ચાર અથવા પાચ સોમવાર અને એક પ્રદોષ વ્રત અને શિવરાત્રિ આ ત્રણ નો સંગમ એટલે શ્રવણ મહિનો .એટલે જ શ્રવણ મહિના ને શિવરાત્રિ ની જેમ જ શિવ કૃપા પ્રરાપ્ત કરવા માટે મનવામાં આવે છે.શિવ પુરાણ અનુસાર શ્રાવણ માસ માં દ્વાદસ જ્યોતિર્લીંગ ના દર્શન કરવાથી સમસ્ત તીર્થો નું પુણ્ય પ્રાપ્ત થાય છે.

જય ભોલેનાથ …. જય હો પ્રભુ … સબસે જગત મેં ઉંચા હૈ તું … ‘ શિવરાત્રિ એટલે દેવા ધી દેવભગવાન શંકરને સમર્પિત દિવસ . દર મહિનાની વદ ચૌદસ શિવરાત્રિ કહેવાય છે , શિવજીને મહાવદ ચૌદસની રાત્રિ અતિપસંદ છે તેથી આ રાત્રિ મહા શિવરાત્રિ કહેવાય છે .
ખરેખર આપણી સંસ્કૃતિમાં અનેક દેવ છે, પણ મહા-દેવ તો એક જ છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *