Sunday, 22 December, 2024

મહાભારત યુદ્ધની વિશેષતા

363 Views
Share :
મહાભારત યુદ્ધની વિશેષતા

મહાભારત યુદ્ધની વિશેષતા

363 Views

{slide=Mahabharata : A unique war}

In what way the war of Mahabharat differs from other wars ? Firstly, the war of Mahabharat was fought only when all possible ways of dialogue proved unsuccessful. It was fought as a last resort and it was fought for principles. In Bhishma Parva of Mahabharat, there are illustrations on the rules set aside for the war. Here are some of them: Sunset would mark the end of day’s war and until next sunrise, there would be no animosity between two parties or their fighters. War would be waged between two opponents with equal strength. A soldier on elephant would fight with a similar opponent on elephant, while the soldier on horse would fight with similar one on his opposite side. No soldier would ever attack injured, tired or the one without any weapon.

Messengers, members of the band and women were assured immunity from war. The battlefield was specially earmarked and was far away from populated area. If we compare the war of Mahabharat with recent wars, we could say that there are no set rules in present day war and no one is immune from its destructive effects. That’s how the war of Mahabharat differs from other wars.

વર્તમાનકાળમાં જે નાનામોટાં યુદ્ધો થાય છે અને ભૂતકાળમાં જે યુદ્ધો થયાં હતાં તેમનો તટસ્થ રીતે વિચાર કરવાથી સમજાય છે કે તેમનાં કરતાં મહાભારતનું મહાયુદ્ધ કાંઇક અંશે જુદું પડી આવતું હતું.    

એ યુદ્ધ વિપક્ષો વચ્ચેની પારસ્પરિક વાટાઘાટોના સઘળા દરવાજા બંધ થઇ ગયા તે પછી, અન્ય કોઇ વિકલ્પ ના રહેવાથી, છેવટના એકમાત્ર સાધન તરીકે, આદર્શ અથવા સિદ્ધાંતની સુરક્ષા માટે, કરવામાં આવેલું. એવી રીતે એ ધર્મયુદ્ધ અથવા કૌરવોના અધર્મના સામેનું યુદ્ધ તો હતું જ, પરંતુ એની સાથે ધર્મ કે નીતિના સર્વસામાન્ય સિદ્ધાંતો કે નિયમોની મર્યાદામાં રહીને કરાયલું યુદ્ધ પણ હતું, એ વાતની પ્રતીતિ મહાભારતના ભીષ્મપર્વના પ્રથમ અધ્યાયના વિવરણ પરથી સહેલાઇથી થઇ રહે છે.

એ વિવરણમાં જણાવવામાં આવે છે કે –

કૌરવો, પાંડવો તથા સોમકોએ મળીને યુદ્ધના નિયમો કર્યા તેમજ ધર્મોના આ પ્રમાણે નિર્ણયો બાંધ્યા.

શાસ્ત્રવિહિત યુદ્ધ બંધ પડે એટલે આપણી વચ્ચે પરસ્પર પ્રીતિ જ રહે.

સમાન બળવાળાએ સમાન બળવાળા સાથે જ યુદ્ધ કરવું અને કોઇની પણ સાથે અન્યાયપૂર્વક યુદ્ધ કરવું નહીં.

વાણીથી યુદ્ધ ચાલતું હોય તો વાણીથી જ ઉત્તર આપવો.

જેઓ સેનાની વચ્ચેથી બહાર નીકળી ગયા હોય તેમને ક્યારેય હણવા નહીં.

રથી સાથે રથીએ યુદ્ધ કરવું. ગજારોહી સાથે ગજારોહીએ યુદ્ધ કરવું. ઘોડેસવાર સાથે ઘોડેસવારે યુદ્ધ કરવું અને પદાતિએ પદાતિ સાથે યુદ્ધ કરવું.

યોગ્યતા, ઇચ્છા, ઉત્સાહ અને બળમાં યોગ્ય હોય એવા યોદ્ધાને આમંત્રીને એના પર પ્રહાર કરવો પણ વિશ્વાસે રહેલાને અને વિહવલ થયેલાને પ્રહાર કરવો નહીં.

અન્યની સાથે જોડાયેલાને, શરણે આવેલાને, યુદ્ધથી વિમુખ બનેલાને, શસ્ત્રહીન અને કવચરહિત થયેલાને, ક્યારેય હણવો નહીં.

સુતોને, રાવતોને, શાસ્ત્રો લાવી આપનારાઓને, તેમ જ ભેરી અને શંખ વગાડનારાઓને કદી પણ મારવા નહીં.

એ ઉપરાંત અત્યારના યુદ્ધની પેઠે મહાભારતનું એ યુદ્ધ રાતે નહોતું લડાતું. સંધ્યા સાથે યુદ્ધ બંધ કરવામાં આવતું. એમાં સ્ત્રીઓ ભાગ નહોતી લેતી. સવાર પડતાં યોદ્ધાઓ પોતપોતાના નિત્યકર્મથી નિવૃત્ત થઇને એનો આશ્રય લેતાં.

યુદ્ધ જ્યાં ત્યાં નહોતું કરાતું. એને માટે બન્ને પ્રતિસ્પર્ધી પક્ષોની સંમતિથી અથવા અન્યથા એક યુદ્ધસ્થાનને નક્કી કરવામાં આવતું. નગરો અને ગામોની વિશાળ વસતિને એની અસરથી દૂર રાખવામાં આવતી. યુદ્ધ પૂરું થયા પછી સૈનિકો ઘવાયેલા યોદ્ધાઓને જોવા જતા.

આજે તો યુદ્ધના કોઇ નિશ્ચિત નિયમો જ નથી રહ્યા એમ કહીએ તો ચાલે. એટલે આજનાં યુદ્ધો મોટે ભાગે આસુરી થયાં છે. એમાં હોસ્પિટલો, પાણી તથા વીજળીના પુરવઠાનાં સાધનો, ઉભા પાક, સ્કુલો અને નગરોનો નાશ કરવામાં આવે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *