Monday, 4 November, 2024

સાંઈ સે લગન કઠિન હૈ

299 Views
Share :
સાંઈ સે લગન કઠિન હૈ

સાંઈ સે લગન કઠિન હૈ

299 Views

સાંઈ સે લગન કઠિન હૈ (સ્વર – અનુપ જલોટા, દેવકી પંડીત)
MP3 Audio

સાંઈ સે લગન કઠિન હૈ ભાઈ…
લગન લગે બિનુ કાજ ન સરિહૈં, જીવ પરલય હોય જાઈ … સાંઈ સે

સ્વાતિ બુંદકો રટે પપીહા, પિયા પિયા રટ લાઈ,
પ્યાસે પ્રાણ જાત હૈ અબહીં, ઔર નીર નહિં ભાઈ … સાંઈ સે

તજી ઘરદ્વાર સતી હોય નિકલી, સત્ય કરનકો જાઈ,
પાવક દેખિ ડરે નહિં તનિકો, કૂદિ પરે હરખાઈ … સાંઈ સે

દો દલ આઈ જુડે રણ સન્મુખ,શુરા લેત લડાઈ,
ટૂક ટૂક હોય ગિરે ધરનિપે, ખેત છાંડિ નહિં જાઈ … સાંઈ સે

મિરગા નાદ શબ્દકે ભેદી, શબ્દ સુનનકો જાઈ,
સોઈ સબ્દ સુનિ પ્રાણદાન દે, નેક ન મનહિં ડરાઈ … સાંઈ સે

છોડહુ અપની તનકી આશા, નિર્ભય હોય ગુણ ગાય,
કહત કબીર સુનો ભાઈ સાધો, નહિં તો જનમ નસાઈ … સાંઈ સે

– સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ કહે છે કે ગુરુ સાથે લગની લાગવી અતિ મુશ્કેલ છે. લગની એવી લાગવી જોઈએ કે ગુરુ સિવાય બીજુ કાંઈ જ ન દેખાય, કોઈપણ વસ્તુમાં ચિત્ત ન લાગે. ભલે ને પછી શરીરમાંથી પ્રાણ કેમ ન નીકળી જાય. કબીર સાહેબ આ તડપન અને તરસની પ્રબળતાનું ઉદાહરણ આપતાં કહે છે કે જેવી રીતે ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રમાં પડેલા વરસાદનું પાણી જ પીએ છે, તે સિવાય બીજું કંઈ ગ્રહણ નથી કરતું, ભલેને તરસને લીધે પ્રાણ નીકળી જાય – એવી તરસ ઈશ્વરના દર્શનને માટે લાગવી જોઈએ. સતી થવા નીકળેલી સ્ત્રી પોતાના ઘરબાર કે પુત્રાદિની ચિંતા નથી કરતી પરંતુ પોતાના પતિની ચિતા પર હર્ષથી કૂદીને જીવન સમાપ્ત કરે છે. લડાઈના મેદાનમાં બે દળો આપસમાં યુદ્ધ કરતા હોય ત્યારે શૂરવીર પોતાના શરીરના ટુકડા થઈ જવાની ચિંતા ન કરતાં બહાદુરીથી યુદ્ધ કરે છે. મૃગને સંગીતની ધૂન એવી મસ્ત કરી દે છે કે એ જંગલમાં સિંહ, વાઘ તેને મારી નાખશે એવા ડર વગર એ શબ્દ સાંભળવા નીકળી પડે છે અને પોતાનો જાન ગુમાવે છે. એવી જ રીતે હે જીવ, તું શરીરની આશા છોડીને ,  નિર્ભય થઈને કેવળ રામનામનું સ્મરણ કર. જો તું એમ કરીશ તો તને એ દર્શન આપશે અને તારો જન્મ સફળ થશે.

English

Sai se lagan kathin hai bhai.
Lagan lage biny kaaj na sarihe, jiv pralay ho jayi … Sai se

Swati bund ko rate papiha, piya piya rat lai,
Pyase pran jaat hai ab hi, aur neer nahi jai … Sai se

Taji ghar dwar sati ho nikli, satya karan ko jai,
Pavak dekh dare nahi man me, kudi pade harshai … Sai se

Do dal aai jude ran sanmukh, shura let ladai,
Tuk tuk hoy gire dharni pe, khet chhandi nahi jai … Sai se

Mirga naad sabda ke bhedi, sabda sunan ko jai,
Soi sabda suni pran daan de, nek ca manhi darai … Sai se

Chhodahu apne tan ki asha, nirbhay hoy gun gai,
Kahat kabir suno bhai sadho, nahi to janam nasai … Sai se.

Hindi

सांई से लगन कठिन है भाई,
लगन लगे बिनु काज न सरिहैं, जीव प्रलय हो जाई … सांई से

स्वाति बुंद को रटे पपीहा, पिया पिया रट लाइ
प्यासे प्राण जात है अबही, और नीर नहीं जाइ … सांई से

तजि घरद्वार सती हो निकली, सत्य करन को जाइ
पावक देखि डरे नहीं मन में, कूदि परे हरषाइ … सांई से

दो दल आइ जूडे रण सन्मुख, शूरा लेत लडाइ ।
टूक टूक होय गिरे धरनी पे, खेत छाडि नहीं जाइ … सांई से

मिरगा नाद शब्द के भेदी, शब्द सुनन को जाई ।
सोई शब्द सुनि प्राणदान दे, नेक न मनहीं डराई … सांई से

छोडहु अपने तनकी आशा, निर्भय होय गुण गाइ ।
कहत कबीर सुनो भाई साधो, नहीं तो जनम नसाइ … सांई से

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *