Saturday, 23 November, 2024

મહાકવિ ગોસ્વામી તુલસીદાસ

146 Views
Share :
મહાકવિ ગોસ્વામી તુલસીદાસ

મહાકવિ ગોસ્વામી તુલસીદાસ

146 Views

(ઇસ ૧૫૧૧ -ઇસ ૧૬૨૩ )
શ્રી રામચરિતમાનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસનો જન્મ સન ૧૫૧૧માં સંવત ૧૫૬૮માં રાજપુર શ્રાવણ સુદ સાતમે થયો હતો. પિતાનું નામ આત્મારામ અને માતાનું નામ તુલસીદેવી હતું. તુલસીની પૂજા કરવાથી એમને પુત્રરત્ન પ્રાપ્ત થયું. એટલે એમનું નામ તુલસીદાસ રાખવામાં આવ્યું.  પત્ની રત્નાવલી પ્રતિ અતિ અનુરાગની પરિણતી વૈરાગ્યમાં થઇ. અયોધ્યા અને કાશીમાં નિવાસ કરતાં કરતાં એમણે અનેકો ગ્રંથો લખ્યાં છે. ચિત્રકુટમાં હનુમાનજીની કૃપાદ્રષ્ટિથી જ એમને ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન થયાં હતાં.. કાશી અને અયોધ્યામાં સંવત ૧૬૩૧માં એમણે ” રામચરિત માનસ” અને ” વિનય પત્રિકા” ની રચના કરી. તુલસીદાસજી રચિત “હનુમાન ચાલીસા” નો પાઠ સમગ્ર વિશ્વમાં કરોડો લોકો રોજ જ કરે છે. તુલસીઘાટ પર જ વસતાં વસતાં શ્રાવણ સુદ ત્રીજે એ રામમાં લીન થઇ ગયાં

ગોસ્વામી તુલસીદાસજીને મહર્ષિ વાલ્મીકિનો અવતાર માનવામાં આવે છે. એમનો જન્મ બાંદા જીલ્લાના રાજાપુર ગામમાં સરયુ કિનારે વસતાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમનો વિવાહ સંવત ૧૫૮૩માં જયેષ્ઠ સુદ ત્રયોદશીએ બુદ્ધિમતિ (અથવા રત્નાવલી)  સાથે થયો હતો. તુલસીદાસજી એમની પત્ની પ્રરત્યે આસક્ત હતાં. એકવાર એમની પત્ની પિયર ગઈ હતી. તો એ છુપાતાં વેશમાં એને મળવા એને ઘેર પહોંચી ગયાં હતાં !!!! આ જોઇને પત્નીને અત્યંત સંકોચ થયો.
એણે કહ્યું,

” હાડ માંસકો દેહ મમ , તાપર જીતની પ્રીતિ
તિસુ આઘો જો રામ પ્રતિ, અવસિ મિટીહિ ભવભીતિ !!”

તુલસીદાસજીના જીવનમાં આ દોહા એ એક નવો સંચાર કર્યો અને એમને એક નવી દિશા મળી. તેઓ એજ ક્ષણે ત્યાંથી ચાલ્યા ગયાં અને સીધાંજ પ્રયાગ પહોંચ્યા…… ત્યાર વાદ તેઓ જગન્નાથ પૂરી, રામેશ્વર, દ્વારકા અને બદરીનારાયણ ની પગપાળા યાત્રા કરી. ૧૪ – ૧૪ વર્ષ સુધી તેઓ તીર્થાટન કરતાં જ રહ્યાં !!!! આ ગાળામાં એમનાં મનમાં વૈરાગ્ય અને તિતિકશાની ભાવના જાગૃત થઇ. આજ સમયમાં એમણે નરહર્યાનંદજીને ગુરુ બનાવ્યાં !!!!

ગોસ્વામી તુલસીદાસજી અંગે ઘણી કથાઓ પ્રચલિત થઇ છે કહેવાય છે કે જયારે પ્રાત : કાલમાં એ શૌચકર્મ માટે ગંગાપાર જતાં હતાં તો એ લોટામાનું પાણી રસ્તામાં એ જ ઝાડમાં નાંખી દેતાં હતાં. એ ઝાડ પર એક પ્રેત રહેતું હતું. નિત્ય પાણી મળવાથી એ પ્રેત સંતુષ્ટ થઇ ગયું અને તુલસીદાસજી સમક્ષ પરગટ થઈને તેમણે કોઈ વરદાન માંગવા કહ્યું. ગોસ્વામી તુલસીદાસજી એ શ્રીરામચંદ્રજી ના દર્શન થાય એવી જીજીવિષા પ્રગટ કરી. પ્રેતે એમને જણાવ્યું કે અમુક મંદિરમાં સાયંકાળે રામાયણની કથા થાય છે.. ત્યાં હનુમાનજી કોઢવાળાં સ્વરૂપે એક અલગ જ વેશમાં એ કથા સાંભળવા આવે છે. એ કથા શરુ થતાં પહેલાં આવે છે અને કથા પૂર્ણ થયાં બાદ જ ત્યાંથી જાય છે. તુલસીદાસજી એ એમ જ કર્યું અને હનુમાનજીના ચરણ પકડીને રડવાં લાગ્યાં. છેવટે હનુમાનજીએ એમને ચિત્રકૂટ જવાની આજ્ઞા કરી

તેમણે કહ્યું કે તમે જયારે ચિત્રકૂટમાં વિચરણ કરતાં હતાં. ત્યારે બે રાજકુમાર એક શ્યામલવર્ણો અને બીજો ગીરવર્ણો હાથમાં ધનુષબાણ લઈને ઘોડા પર સવાર થઈને એક હરણની પાછળ ભાગતાં તમને દેખાયાં હતાં. હનુમાનજી એ તુલસીદાસજી ને પૂછ્યું ” તમે આજોયું હતું કે નહીં !!!!” તુલસીદાસજી એ જોયું હતું એનું આબેહુબ વર્ણન કર્યું. ત્યારે હનુમાનજીએ કહ્યું કે એજ રામ-લક્ષ્મણ હતાં !!!! એ દિવસ હતો વિક્રમ સંવત ૧૬૦૭ નો અને એ દિવસે મૌની અમાવાસ્યા હતી.

ચિત્રકૂટ ઘાટ પર તુલસીદાસ ચંદન ઘસી રહ્યા હતાં. ત્યારે ભગવાન રામચંદ્રજી એમની પાસે આવ્યાં અને એમની પાસે ચંદન માંગ્યું !!!તુલસીદાસજી એમને જોતાં જ દંગ રહી ગયાં. આવી રૂપરાશી તો એમણે કયારેય નિહાળી જ નહોતી !!!! તુલસીદાસજીની તો બોલતી જ બંધ થઇ ગઈ.અને તે દિવસે રામનવમી હતી. સંવત ૧૬૩૧નો એ પવિત્ર દિવસ…….. હનુમાનજીની આજ્ઞાથી અને એમનામાંથી પ્રેરણા લઈને
તુલસીદાસજીએ રામચરિત માનસ લખવાનો શુભારંભ કર્યો અને ૨ વર્ષ અને ૭ મહિના અને ૨૬ દિવસમાં એને પૂરો પણ કર્યો !!!

હનુમાનજી ફરી પ્રગટ થયાં !!! એમણે તુલસીદાસજી નું “રામચરિત માનસ” ધ્યાનથી સાંભળ્યું અને એમણે તુલસીદાસજીને આશીર્વાદ આપ્યાં !!! ” આ રામચરિત માનસ તમારી કૃતિને અને તમારી કીર્તિને અમર બનાવશે !!!”

સતચરિત જોવાને કારણે તમારાં હાથથી કોઈને કોઈ ચમત્કાર થઇ જ જાય છે. એક વાર એમનાં આશીર્વાદથી એક વિધવાનો પતિ જીવતો થઇ ગયો હતો. આ ખબર બાદશાહ સુધી પહોંચી. એમને તુલસીદાસજીને તેડું મોકલ્યું અને કહ્યું કે ” તમારી કોઈ કરામત અને ચમત્કાર અમને પણ બતાવો ત્યારે તુલસીદાસજીએ બાદશાહને કહ્યું કે `રામનામ`સિવાય હું કોઈપણ કરામત બતાવી શકું એમ જ નથી !!!!

બાદશાહે એમને કેદ કરી લીધાં અને તેમણે કહ્યું કે ” જ્યાં સુધી કોઈ કરામત નહીં કરી બતાવો ત્યાં સુધી અહીંથી છૂટી નહિ શકો !!!!
તુલસીદાસજીએ હનુમાનજીની સ્તુતિ કરી. હનુમાનજી એ વાનરોની સેના મોકલીને એ બાદશાહના કિલ્લાને નષ્ટ કરવાની શરૂઆત કરી દીધી. બાદશાહ એમનાં ચરણોમાં એટલેકે તુલસીદાસજીના ચરણોમાં પડીને એમની ક્ષમા યાચના માંગી. તુલસીદાસજીના સમયમાં હિંદુ સમાજના અનેક પંથો પડી ચુક્યા હતાં. મુસલમાનોના નિરંતર આતંકને કારણે પંથવાદને અનુમોદન મળી ગયું હતું.
એમણે રામાયણના માધ્યમથી:

વર્ણાશ્રમ ધર્મ
અવતાર ધર્મ
સાકાર ઉપાસના
મૂર્તિ પૂજા
સગુણવાદ
ગૌ બ્રાહ્મણ રક્ષા
દેવાદિ વિવિધ યોનીઓનું સન્માન
એવં પ્રાચીન સંસ્કૃતિ અને વેદમાર્ગનું મંડન
તથા તત્કાલીન મુસ્લિમ અત્યાચારો અને સામાજિક દોષોનો તિરસ્કાર કર્યો.

તુલસીદાસજી એ બહુજ સારી રીતે જાણતાં હતાં કે રાજાઓની અંદરોઅંદરની ફાટફૂટ અને સંપ્રદાયવાદના ઝગડાઓને કારણે ભારતમાં મુસ્લિમો વિજયી થઇ રહ્યાં છે. એમને આ વાત ગુપ્ત રીતે રામચરિત માનસના મહત્વ દ્વારા બતાવવાનો પ્રયાસ કર્યો જ છે !!! પરંતુ રાજયાશ્રય ન હોવાને કારણે લોકો એમની વાત પુરેપુરી અને સારી અને સાચી રીતે સમજી શક્યાં નથી અને આને જ કારણે રામચરિત માનસનો રાજ નૈતિક ઉદ્દેશ સફળ થઇ શક્યો નહીં અને આમેય તુલસીદાસજીએ રાજનૈતિક બાબતો ને કેન્દ્રસ્થાને રાખવાનો પ્રયત્ન બહુ કર્યો જ નથી. માત્ર ગર્ભિત ઈશારો કરીને છોડી દીધું લોકો પર સમજવાનું !!!! જેણે સમજવું હોય તે સમજે અને ના સમજવું હોય તે ના સમજે !!!! તેમ છતાં પણ આજે પણ આ ગ્રંથ બધીજ મતાવલંબીઓને પણ સંપૂર્ણ પણે માન્ય છે. બધાંને એક સુત્રે બાંધવાનું કામ આદિ શંકરાચાર્યે શરુ કર્યું હતું. એક કાર્ય ત્યાર પછીના યુગમાં મહાકવિ ગોસ્વામી તુલસીદાસે કર્યું. એ નિર્વિવાદ છે કે ગોસ્વામી તુલસીદાસજીએ અધિકાંશ હિંદુ ભારતને મુસ્લિમ બનતાં અટકાવ્યું હતું !!!!

મહાકવિ તુલસીદાસજીના ૧૨ ગ્રંથો અતિપ્રસિદ્ધ છે

[૧] દોહાવલી
[૨] કવિત રામાયણ
[૩] ગીતાવલી
[૪] રામચરિત માનસ
[૫] રામલલા નહછુ
[૬] પાર્વતીમંગલ
[૭] જાનકીમંગલ
[૮] બરવૈ રામાયણ
[૯] રામાજ્ઞા
[૧૦] વિન પત્રિકા
[૧૧] વૈરાગ્ય સંદીપની
[૧૨] કૃષ્ણ ગીતાવલી

તદઉપરાંત તેમણે

[૧] રામ્સતસઈ
[૨] સંકટ મોચન
[૩] હનુમાન બાહુક
[૪] રામનામ મણી
[૫] કોષ મંજુષા
[૬] રામશલાકા અને
[૭] હનુમાન ચાલીસા

તેમનાં અતિપ્રખ્યાતિ પામેલા ગ્રંથો છે.

૧૧૨ વર્ષની લાંબી આયુએ સંવત ૧૬૮૦માં શ્રાવણ સુદ સાતમે શનિવારે એમણે અસ્સી ઘાટ ઉપર પોતાનો દેહત્યાગ કર્યો હતો !!!! એટલે કે ઇસ ૧૬૨૩માં …….. !!!!

!! સંવત સોલહ સૈ અસી, અસી ગંગકે તીર
શ્રાવણ શુક્લા સપ્તમી , ત્તુલસી તજ્યો શરીર !!
!

એમનાં આ મહાન કાર્યને લીધેજ તેઓ મહાકવિ તુલસીદાસ કહેવાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *