Saturday, 21 December, 2024

મહાત્મા ગાંધી 

568 Views
Share :
મહાત્મા ગાંધી 

મહાત્મા ગાંધી 

568 Views

વિશ્વ માનવ એવા આપણાં પ્યારા બાપુ, મોહનદાસ કરમચંદ ગાંધી.. તેઓ શ્રી કરમચંદ ઉતમચંદ ગાંધી તથા પૂતળીબાઈ કરમચંદ ગાંધી ના સંતાન હતા.

‘ મારૂ જીવન એજ મારો સંદેશ.’
‘ My Life is My Message’

હું દુનિયાને બીજું કસૂજ શીખવવા નથી માંગતો, સત્ય અને અહિંસા અનાદીકાળ થી ચાલી આવે છે.

મહાત્મા ગાંધીજી નો જન્મ 2 જી ઓક્ટોબર 1869 ના રોજ પોરબંદર મુકામે થયો. સાબરમતી કે સંત તુંને કરદિયા કમાલ. “દેદી હમે આજાદી બીના ખડક બીના ઢાલ, સાબરમતી કે સંત તુને કરદિયા કમાલ.. “

મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન વાયક્તિ હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને અંગ્રેજો ની ગુલામીમાંથી આજાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે શાંતિપુર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો.

અહિંસક સવિનય કાનૂનભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હાકલ પટ્ટી કરી ભારત ને સ્વતંત્ર બનાવ્યું. આમાથી પ્રેરણા લઈને વિશ્વમાં બીજા ઘણા બધા દેશોએ સ્વતંત્ર માટે અંગ્રેજો સામે લડત કરી.

ગાંધીના સત્યાગ્રહનો આદર્શ માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો.

માર્ટીન ઘણી વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતા પારંપરિક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી માન્યતા માથી તારવેલા હતા. આવા આપણા લોક લાડીલા બાપુના જીવનની થોડી વાતો અહિયાં લખું છુ.

  • ૨ ઓક્ટોબર ના રોજ ગાંધીજી ના જન્મ દિન નિમિતે’ વિશ્વ અહિંસ દિવસ’ દિવસ સયુક્ત રાસ્ટ્રએ જાહેર કરેલ છે.
  • મહાત્મા ગાંધીજી ને ‘ મહાત્મા’ ની પદવી રવિન્દ્ર નાથ ટાગોર આપી હતી. તેમણે પોતાની આત્મા કથા ‘સત્યના પ્રયોગ’ ગુજરાતીમાં લખેલ છે.
  • મહાત્મા ગાંધીજી ને ૧૯૪૮ માં નોબલ પુરસ્કાર આપવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ આ પહેલા તેમનું મૃત્યુ થયું.
  • મહાત્મા ગાંધીજીને ‘ રાસ્ટ્રપિતા ‘ ના પદવી સુભાષચંદ્ર બોજે આપી હતી.
  • મહાત્મા ગાંધીજી સમયના પ્રખર પાલક હતા. પોતાની પાસે કાયમિક એક ઘડિયાળ રાખતા. તેઓ તેમના મૃત્યુ સમયેજ પ્રાર્થનામાં ૧૦ મિનિટ મોડા હતા.
  • મહાત્મા ગાંધીજી એ ૧૯૩૧ માં પહેલી વાર રેડિયામાં પોતાનું પ્રવશન આપ્યું. જે અમેરીકા માટે હતું.
  • મહાત્મા ગાંધીજી ઇંગલેન્ડ અભ્યાસ કરતાં ત્યારે નિયમિત ૮ થી૧૦ કિલોમીટર ચાલતા, તેમજ દાંડી યાત્રા માં પણ ચાલ્યા હતા.
  • મહાત્મા ગાંધીજી ઉચવિચાર ના હતા. એક વખત તેમના ટ્રેનમુસાફરી દરમિયાન પોતાનું એક નીચે પડી ગયું ત્યારે તેને ત્યારેજ બીજું ચંપલ નીચે ફેકી દીધુ કારણ કે જો બંને સાથે હસે તો કોઈક આ ચંપલ પહેરી શકસે.
  • મહાત્મા ગાંધીજી બધા ધર્મને સમાન માનતા જેમકે હાઇસ્કૂલમાં તેમના મિત્ર મુસલમાન હતા. તેમના હેડ માસ્ટર પારસી હતા. શાળા નું બિલ્ડીંગ નવાબ નું હતું. આમ અનેક ધર્મ ની વચે તેમનું જીવન ઘડતર થયું છે.
  • મહાત્મા ગાંધીજી ભણવામાં નબળા હતા. તેઓને અભ્યાસ માં ૪૦ થી ૫૦ ટકા આવતા. તેઓ ભણવામાં નબળા હોવાથી સ્કૂલેથી ભાગી જતાં. તેમણે ઘણી સ્કૂલો બદલી હતી.
  • મહાત્મા ગાંધીજી નાનપણમાં ખુબજ શરમાળ હતા. સત્યના પ્રયોગો માં લખ્યું છેકે મારા લગ્ન થયા ત્યારે મને કસૂજ ખબર પડતી ના હતી.

આવા આપણાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ના જીવન વિષે થોડી યાદ…

  • ૧૮૭૬ /૧૮૭૭ માં ગાંધીજી પોતાના પિતા સાથે રાજકોટ આવ્યા ત્યારે હાલની પ્રતાપકુવરબા પ્રાથમિક શાળા નં ૫ , અને હાલની કિશોર્સિહજી પ્રાથમિક શાળા નં ૧ માં પ્રાથમિક શિક્ષણ લીધું.
  • ૧૮૮૦ ની પહેલી ડિસેમ્બર ના રોજ રાજકોટ ની આલફેડ હાઇસ્કૂલમાં પ્રવેશ પરિક્ષા આપી ધોરણ ૧ અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ લીધો.
  • ૧૮૮૨ માં ગાંધીજી ના લગ્ન ૧૪ વર્ષ ના કસ્તુરબાઇ સાથે થયા. ત્યારે ગાંધીજીની ઉમર ૧૩ વર્ષની હતી. કસ્તૂરબા એક વેપારી માખનજી કાપડિયાની પુત્રી હતા.
  • ૧૮૮૫ માં ગાંધીજી ના પિતાનું અવશાન થયું.
  • ૧૮૮૮ માં હરિલાલ ,૧૮૯૨ માં મણિલાલ, ૧૮૯૭ માં રામદાસ, ૧૯૦૦ માં દેવદાસ , આમ ચાર સંતાન ના જન્મ થયા.
  • ૧૮૮૭ માં ભાવનગર ની શામળદાસ કોલેજ માં અભ્યાસ માટે દાખલ થયા. એક સત્ર પછી કોલેજ છોડી દીધી.
  • ૧૮૮૮ માં ઇંગ્લેન્ડ માં અભ્યાસ કરવા ગયા. ત્યારે તેમણે ત્યાં હરિલાલ નો જન્મ થયો હતો.
  • ૧૮૯૧ માં અભ્યાસ પુર્ણા કરી ઘરે પરત ફર્યા. ત્યારે બોમ્બે અને રાજકોટ ની માતા મૃત્યુ પામ્યા.
  • ૧૮૯૩ માં દક્ષીણ આફ્રીકા ગયા, ત્યાં ગોરા કાળા રંગભેદ નો સામનો કરવો પડિયો.
  • ૧૮૯૪ માં નાતાલ ઇંડિયન કોંગ્રેસ ની સ્થાપના કરી. તેમજ રંગભેદનું આંદોલન આગળ વધાર્યું,
  • ૧૮૯૬ માં ૬ મહિના માટે ઘરે પરત આવ્યા, અને નાતાલ ઇંડિયન કોંગ્રેસ માં તેના બે પુત્રો અને પત્નીને તેમાં સામેલ કર્યા.
  • ૧૮૯૯ માં આફ્રિકામાં બ્રિટિસ આર્મી માટે ભારતીય એમ્બ્યુલન્સ સેવા સરું કરી.
  • ૧૯૦૧ માં તેઓએ ભારત ની મુલાકાત લીધી અને કલકતા કોંગ્રેસ સત્ર માં ભાગ લીધો અને બોમ્બે માં હિમાયત નું કાર્યાલય ખોલ્યું.
  • ૧૯૦૨ માં તેઓ પાસાં આફ્રીકા ગયા.
  • ૧૯૦૬ માં’ જુલૂ રિવોલ્ટ’ દરમિયાન ભારતીય એમ્બ્યુલન્સ સેવા તૈયાર કરવામાં આવી, આજીવન બ્રમચર્ય નો ઉપવશ અને એસિયાટીક વટહુકમ સામે પ્રથમ સત્યગ્રહ અભિયાન સારું કર્યું.
  • ૧૯૦૭ માં ‘બ્લેક એકટ’ભારતીયો અને અન્ય એશીયનો ના બાળ ના રજીસ્ટેશન વિરુદ્ધ સત્યાગ્રહ.
  • ૧૯૧૦ માં જોહાનિસબર્ગ નજીક ટોલ્સટોય ફાર્મ ની સ્થાપના કરી.
  • ૧૯૧૫ માં ૨૧ વરસ ના સ્થળાંતર પછી ઘરે પાછા આવો મેમાં સત્યાગ્રહ આશ્રમ કોચરબમાં સ્થાપ્યો જે સાબરમતી નજીક ૧૯૧૭ માં સ્થપાયું હતું.
  • ૧૯૧૬ માં બનારસ ની હિન્દુ યુનિવર્સ સિટી માં ગાંધીજિ એ ભાષણ આપ્યું.
  • ૧૯૧૮ માં અમદાવાદ ના મિલ કર્મચારી આંદોલન અને સત્યગ્રહમાં મધ્યસ્થી બન્યા અને તેની સમસ્યા નો ઉકેલ કર્યો.
  • ૧૯૧૯ માં માં બ્રિટીશ સરકારે રોલેટ બીલ પસાર કર્યું કે સરકારનો કોઇપણ જાતનો વિરોધ કરનારને સીધી જ કેદ કરી શકે. આ બીલના વિરોધમાં ગાંધીને એવું પગલું ભરવા મજબુર કર્યા કે જેથી અંગ્રજો સાથે તેમના સંબંધ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું.
  • ૧૯૨૧ માં ગાંધીને અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના દ્વારા કૉંગ્રેસ વતી તમામ નિર્ણયો લેવા ની સતા આપવામાં આવી. ગાંધીના નેતૃત્વમાં સ્વરાજના ધ્યેય સાથે કૉંગ્રેસના બંધારણને નવેસર થી બનાવ્યું.
  • ૧૯૨૨માં ઊત્તર પ્રદેશમાં થોડા સ્વાતંત્ર્ય સેનાનીઓ એક દિવસ બેકાબુ બનતા સ્વતંત્ર સંગ્રામ હિંસાના માર્ગે વળી ગયો. ગાંધીજીની તમામ મહેનત પર જાણે પાણી ફરી વળ્યું. ગાંધી પર સરકારે દ્રોહનો ખટલો ચલાવ્યો અને તેમને છ વર્ષની કેદની સજા થઇ. ગાંધી ના જીવનની આ મોટામાં મોટી જેલ યાત્રા હતી.
  •  ૧૯૨૪માં ગાંધીને એપેન્ડિક્સનું ઑપરેશન કરાવ્યા બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. 
  • ૧૯૨૪માં છેલ્લા ઊપાય તરીકે ત્રણ અઠવાડિયાનાં ઊપવાસ દ્વારા લોકોના હૈયા પર લાગણીનો પ્રહાર કર્યા અને લોકો ના દિલ માં બે કોમ વચે રહેલો ભેદ દૂર થયો ને નવો સેતુ બંધણો. તેમજ સાંપ્રદાયિક એકતા માટે ૨૧ દિવસ ની ઉજવણી કરી. અને બેલ ગામમાં કોંગ્રેસ સત્ર ના પ્રમુખ ચુટાણા.
  • ૧૯૨૭, માં સરદાર વલ્લભભાઇ પટેલ ની આગેવાની હેઠળ બારડોલી સત્યાગ્રહ માં જોડાયા. 
  • ૧૯૨૮માં કલકત્તા (હાલનું કોલકાતા)માં કૉંગ્રેસ દ્વારા ઠરાવ પસાર કર્યો જેમાં ભારતને રાજકીય મોભો અને ભારતીયોને તમામ બંધારણીય હક આપવાની અથવા અહિંસક આંદોલન માટે તૈયાર રહેવાની અને આંદોલન ચાલુ થશે તો તેઓ સંપૂર્ણ સ્વતંત્રતાથી ઓછું ભારતને કાંઇ નહીં ખપે. તેવી સરકારને ચીમકી આપી.
  • ૧૯૩૦ માં દાંડી સત્યાગ્રહમાં પોતાના શબ્દો સાચા કરી બતાવ્યા અને અંગ્રેજ સરકારને ચેતવણી આપી તેમણે સરકારે મીઠા પર લગાવેલા કરના વિરોધમાં દાંડી કૂચની જાહેરાત કરી. આ કાર્યક્રમ મુજબ ૨૧ માર્ચે સાબરમતીથી કૂચ આરંભીને ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ ગાંધી દાંડી પહોચ્યા અને એક જગવિખ્યાત ઐતિહાસિક ઘટના બની ગઇ. ૪૦૦ કિ.મી. ના આ પ્રવાસમાં માનવ મહેરામણ બનીગયો ગાંધીએ આને સવિનય કાનુનભંગ નામ આપ્યું. દાંડી સત્યાગ્રહ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય ગયો. આ આંદોલનમાં ૬૦,૦૦૦ ભારતીયોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા.
  • ૧૯૩૧મા ગાંધી-ઈરવીન કરાર કરવામાં આવ્યો. આ કરારમાં નક્કી કરવામાં આવ્યું કે તમામ બ્રિટીસરો તમામ રાજકીય કેદીને જેલમથી છોડી મૂકે.
  • ૧૯૩૨માં સપ્ટેમ્બર માસમાં પોતાના ઊપવાસના શસ્ત્ર દ્વારા સરકારને સૌને સમાન મતાધિકાર આપવા ફરજ પાડી.
  • ૧૯૩૩ના દિવસે ગાંધીએ અંગ્રેજો દ્વારા ભારતીયો પરના દમનના વિરોધમાં ૨૧ દિવસ ના ઉપવાસ પર ઉતાર્યા.
  • ૧૯૩૪માં ગાંધીનો જાન લેવા ત્રણ હુમલાઓ પણ થયા, પણ આ બધું ગાંધીને જાણે નવો જુસ્સો પુરું પાડતું હોય તેમ ગાંધીનું આંદોલન વધુ ને વધુ જોર પકડતું ગયું. અહિંસા માટે કોંગ્રેસીઓના વિચારોથી ગાંધીને ખૂબ દુઃખ થયું અને તેમણે કોંગ્રેસને રામ રામ કરી દીધું.
  • ૧૯૩૯ માં રાજકોટમાં સત્યાગ્રહ અને ઉપવાસ આંદોલન કર્યું. રાજકોટ ઠાકોરે કસ્તૂરબા ની અટકાયત
  • ૧૯૪૦ માં તેમણે વિનોબાભાવે ને વ્યક્તિગત સત્યાગ્રહ માટે પસંદ કર્યા. અને સત્યાગ્રહ ની જાહેરાત કરી.
  • ૧૯૪૨ બ્રિટને તાત્કાલિક ભારત છોડવાનો ઠરાવ કારોબારી સમિતિએ પસાર કર્યો.બ્રિટનને કહયું ભારત છોડો લોકો ને મંત્ર આપ્યો ‘ કરેંગે યા મરેંગે’નું સૂત્ર આપ્યું. ગાંધીજી અને કારોબારી સમિતિના સભ્યોની ધરપકડ તથા આગાખાન મહેલમાં અટકાયત.કરીઅને હદયરોગના હુમલાથી મહાદેવ દેસાઈનું આગાખાન મહેલમાં અવસાન.
  • ૧૯૪૩ માં જાપાન તરફી અને હિંસક ઘટનાઓ માટે જવાબદાર ગણવાના આક્ષેપ વિરુદ્ધ ૨૧ દિવસના ગાંધીજી એ ઉપવાસ કર્યા.
  • ૧૯૪૪ આગાખાન મહેલમાં કસ્તૂરબાનું અવસાન આગાખાન મહેલમાં વિના શરતે ગાંધી ને મુક્તી મળી
  • ૧૯૪૬ માં કલકત્તામાં કોમી રમખાણો.નહેરુએ ૧૨ સભ્યોની વચગાળાની સરકાર રચી. નો આખલી પ્રદેશમાં કોમી રમખાણો. મુસ્લિમ લીગના પ્રતિનિધિઓ વચગાળાની સરકારમાં જોડાયા. બિહારમાં કોમી રમખાણો.હારીજન ‘ સાપ્તાહિક’ ની જવાબદારી કાકા કાલેલકર અને કિશોરલાલ મશરૂવાળા અને નરહરિ પરીખને સોપી.
  • ૧૯૪૭ માં બિહારના હિંસાથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત.દિલ્હી આવેલા લોર્ડ માઉન્ટબેટનને મળ્યા. વાઇસરોયની ભારતના ભાગલાની યોજના કોંગ્રેસ. મુસ્લિમ લીગ અને શીખોનાપ્રતિનિધિઓએ સ્વીકારી. વાઇસરોયની યોજનાનો સ્વીકાર કોંગ્રેસ કારોબારીએ કર્યો. ભારતનો પહેલો સ્વાતંત્ર્યદિન કલકત્તામાં ઉપવાસ અને પ્રાર્થના કરીને ઉજવ્યો.કલકત્તામાં શાંતિ જાળવાવાની ખાતરી મળતા ઉપવાસ છોડ્યા.ગાંધીજી દિલ્હી પહોંચ્યા.
  • ૧૯૪૮ પ્રાર્થનાસભામાં હિંદુ-મુસ્લિમ વચ્ચે શાંતિ ન સ્થપાય ત્યાં સુધી ઉપવાસનો નિર્ણય જાહેર કર્યો. શાંતિની જાહેરાત થતા ઉપવાસ છોડ્યા.અંતે પ્રર્થના સભમાં જતા હતા ત્યારે નથુરામ ગોડસેને ૩ ગોળી મારી હત્યા કરી. આ પહેલાં ૨૦ જાન્યુયારીએ બિરલા હાઉસમાં પ્રાર્થના બેઠક માં વિસ્ફોટ કર્યો હતો.

મહાત્મા ગાંધીજી ભારત ના સ્વતંત્રતા આંદોલનના મુખ્ય નેતા હતા, અને તેમણે અહિંસા આંદોલાંથી આખા વિશ્વને પ્રેરણા આપી. ગાંધીજી એ કાયદાનો અભિયાસ કર્યો હતો તેને ભરત અને દક્ષિણ આફ્રિકા માં માનવઅધિકાર માટેની લડાઈ લડી ભારતને અહિંસક લડાઈ લડી સ્વતંત્રતા આપવી અંગ્રેજોનો બહિષ્કાર કર્યો હતો. અને અંતમાં ભરત પાકિસ્તાનનાં ભાગલને કારણે તેની હત્યા એક હિન્દુ બંધુ નથુરામ ગોડસેને કરી.

મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રહીને વિશ્વ ધર્મોનું અધ્યયન કર્યું. મહાત્મા ગાંધીજીએ અહી રહીને લખ્યું છે કે “ધાર્મિક ભાવના મને જીવવાનું સાહસ પૂરું પાડે છે.” આમ ગાંધીજીએ હિન્દુ ધર્મના ગ્રંથ વાચી સાદું જીવન જીવવાનું નક્કી કર્યું હતું. આવા સાધારણ વિચાર અને નીતિનિયમન ને કારણે તેને “મહાત્મા” નું બિરુદ મળિયું હતું.

ગાંધીજીના દાંડી યાત્રા જેમાં મીઠા પરના કાર દૂર કરવાના આંદોલન થી બાપુ ગરીબ માણસોના રદયમાં સ્થાન બનવી લીધું જેમાં ૩૯૦ કિલોમીટરની યાત્ર કરી અંગ્રેજ સરકારની મનમાંનીનો વિરોધ કરી મીઠું પકાવવાનો નિર્ણય લીધો હતો. આ આંદોલનને કાનૂન ભંગ આંદોલન કહેવામા આવે છે. આમાં સરકારે લગભગ ૬૦૦૦૦ લોકો ને જેલ હવાલે કરવામાં આવ્યાહતા. આ આંદોલનમાં ગાંધીજીને “મેન ઓફ ધ યર”નો ખિતાબ આપવામાં આવ્યો હતો.

1942 માં જ્યારે ગ્રેટ બ્રિટન બીજા વિશ્વયુદ્ધમાં ઘેરાયેલું હતું ત્યારે ગાંધીજીએ “ભરત છોડો” આંદોલન શરું કરી દીધું હતું જેમાં અંગ્રેજોને દેશ છોડી ચલ્યા જવાનું કહી દીધુ હતું. જે સમયે ગાંધીજીની બગડતી તબિયત ને ધ્યાનમાં રાખી તેમની સજા પૂરી કરી જેલમથી છોડી દીધા હતા.

1947 ની 15 મી ઓગષ્ટ ના રોજ ભરત માં હિન્દુ અને મુસલમાન વચે કોમી રમખાણ ફાટી નીકળી અને તેમણે દંગા પીડિતક્ષેત્ર નું જાત અવલોકન કર્યું અને બધાને શાંતિ પૂર્વક રહેવાની અપીલ કરી આ બાબતે હિંસા રોકવા ઉપવાસ કર્યા. કેટલાક હિન્દુ એ તેમને મુસ્લિમ પ્રત્યે સહનભૂતિ બાબતે દેશ દ્રોહી પણ ઠેરવ્યા.

બસ આવા હતા આપણાં લોક લાડીલા બાપુ જેને કોટિ કોટિ વંદન જય હિન્દ .. જય ભારત…..

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *