Main Kanuda Tori Govalan Lyrics in Gujarati
By-Gujju28-04-2023
Main Kanuda Tori Govalan Lyrics in Gujarati
By Gujju28-04-2023
મેં કાનુડા તોરી ગોવાલણ
મેં કાનુડા તોરી રે ગોવાલણ રે જી
તારી મોરલીએ લલચાણી રે
મેં કાનુડા તોરી ગોવાલણ
એ હરખેં મેં તો ઈંઢોણી લીધી
અને ભરવા હાલી પાણી રે જી
હરખેં મેં તો ઈંઢોણી લીધી
અને ભરવા હાલી પાણી રે
ગાગર ભરોંસે એ ગોળી લીધી રે
ગાગર ભરોંસે ગોળી લીધી
અને આરાની છું અજાણી રે
મેં કાનુડા તોરી ગોવાલણ
તારી મોરલીએ લલચાણી રે
મેં કાનુડા તોરી ગોવાલણ
ગાય ભરોંસે મેં તો ગોધાને બાંધ્યો જી
અને દોહ્યાંની અજાણી રે જી
ગાય ભરોંસે એ મેં ગોધાને બાંધ્યો જી
અને દોહ્યાંની અજાણી રે
વાછરું ભરોંસે એ છોકરાંને બાંધ્યા રે જી
વાછરું ભરોંસે એ છોકરાંને બાંધ્યા
એ એને બાંધ્યા છે બહુ તાણી રે
મેં કાનુડા તોરી ગોવાલણ
મેં કાનુડા તોરી ગોવાલણ
મોરલીએ લલચાણી રે
મેં કાનુડા તોરી ગોવાલણ
રવાઈ ભરોંસે એ મેં ઘોસરું લીધું
અને વલોવ્યાની હું અજાણી જી
રવાઈ ભરોંસે એ મેં ઘોસરું લીધું
વલોવ્યાની અજાણી રે
નેતરાં ભરોંસે સાડી લીધી કાનુડા
નેતરાં ભરોંસે સાડી લીધી
એ દૂધમાં રેડયાં પાણી રે
મેં કાનુડા તોરી ગોવાલણ
મેં ગોવાલણ તોરી રે કાનુડા
તારી મોરલીએ લલચાણી રે
મેં કાનુડા તોરી ગોવાલણ
ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે જી
ઘેલી રંગમાં રેલી રે જી
ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે જી
ઘેલી રંગમાં રેલી રે જી
ભલે મળ્યા મેતા નરસિંહના સ્વામી
પૂરણ પ્રીત બંધાણી રે
મેં કાનુડા તોરી ગોવાલણ
મોરલીએ લલચાણી રે
મેં કાનુડા તોરી ગોવાલણ
મેં કાનુડા તોરી ગોવાલણ
મેં કાનુડા તોરી ગોવાલણ