Main To Thal Bhariyo Shag Motide Lyrics in Gujarati
By-Gujju28-04-2023
168 Views
Main To Thal Bhariyo Shag Motide Lyrics in Gujarati
By Gujju28-04-2023
168 Views
મેં તો થાળ ભર્યો રે સગ મોતીડે
મેં તો થાળ ભર્યો રે સગ મોતીડે
હુ તો ચાક વધાવવાને જઈશ
મારો સોના સરીખો સૂરજ ઉગીયો
વરના દાદા……….તમને વીનવું રે
હું તો મોભી પરણાવવાને જઈશ
મારો સોના સરીખો સૂરજ ઉગીયો રે
વરના કાકા…………..તમને વીનવું
હું તો ભત્રીજ પરણાવવાને જઈશ
મારો સોના સરીખો સૂરજ ઉગીયો રે
વરના ભાઈ ……………તમને વીનવું
હું તો વીરો પરણાવવાને જઈશ
મારો સોના સરીખો સૂરજ ઉગીયો રે
વરના મામા ……….. તમને વીનવું
હું તો ભાણેજ પરણાવવાને જઈશ
મારો સોના સરીખો સૂરજ ઉગીયો રે
મેં તો થાળ ભર્યો રે સગ મોતીડે
મેં તો થાળ ભર્યો રે સગ મોતીડે
હુ તો ચાક વધાવવાને જઈશ
મારો સોના સરીખો સૂરજ ઉગીયો